મોરબીમાં ચારિત્રની શંકા કરીને પત્નીની હત્યા કરનારા આરોપી પતિની ધરપકડ
મોરબીમાં શ્વાસ લેવામાં તકલીફ થતા પડી જવાથી વૃદ્ધનું અને ઘરે ઉલ્ટીઓ થવા લાગતાં યુવાનનું મોત
SHARE







મોરબીમાં શ્વાસ લેવામાં તકલીફ થતા પડી જવાથી વૃદ્ધનું અને ઘરે ઉલ્ટીઓ થવા લાગતાં યુવાનનું મોત
મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલ ત્રિલોક ધામ મંદિર પાસે રહેતા વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થતા જમીન ઉપર પડી ગયા હતા અને તેમનું મોત નીપજયું હતું આવી જ રીતે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ સરદાર-3 માં રહેતો યુવાન તેના ઘરે હતો ત્યારે તેને ઉલટી થવા લાગી હતી અને બેભાન થઈ જતા સારવાર માટે લઈ ગયા હતા અને તેનું પણ મોત નીપજયું હતું આ બંને બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિલોક ધામ મંદિર પાસે રહેતા દિલીપભાઈ નાથાલાલ પરમાર (63) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને તેઓ જમીન ઉપર નીચે પડી જતા તેને તાત્કાલિક સારવાર માટે આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવતા ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે સરદાર-3 માં રહેતા કૌશિકભાઈ રામભાઈ બારૈયા (37) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે તેને અચાનક ઉલટીઓ થવા લાગી હતી જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં મૃત જાહેર કર્યા બાદ તેઓના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
