મોરબીમાં શ્વાસ લેવામાં તકલીફ થતા પડી જવાથી વૃદ્ધનું અને ઘરે ઉલ્ટીઓ થવા લાગતાં યુવાનનું મોત
મોરબીના અણીયારી ગામ પાસે તળાવ કાંઠેથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
SHARE







મોરબીના અણીયારી ગામ પાસે તળાવ કાંઠેથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
મોરબીના અણીયારી ગામ પાસે આવેલ તળાવના કાંઠેથી યુવાનનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની તેના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અણીયારી ગામે રહેતા અલ્કેશભાઇ ભુદરભાઈ ડઢાણીયા (40) નામનો યુવાન તળાવના પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ કોહવાઈ ગયેલ હાલતમાં તેનો મૃતદેહ તળાવના કાંઠેથી મળી આવ્યો હોય તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની ઉપેન્દ્રભાઈ ઉર્ફે બીપીનભાઈ ડઢાણીયા (42) રહે. અણીયારી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
એક બોટલ દારૂ સાથે બે પકડાયા
મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપરથી પસાર થતી કાર નંબર જીજે 36એએફ 5679 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ તથા 5 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 5,00,300 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી ઋતુરાજસિંહ ખોડુભા વાઘેલા (31) રહે. શક્ત સનાળા મોરબી તથા વિરેન્દ્રસિંહ ઉર્ફે વીરુભા ટાવર નટુભા જાડેજા (45) રહે. સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી અનુભાઈ નું નામ સામે આવ્યું હોય ત્રણેયની સામે મોરબી એડમિશન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી બાકીના આરોપીને પકડવા માટે કરવી છે
