મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાના સ્મરણાર્થે વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યુ મોરબીના બાયપાસ રોડે ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી મોરબીના જેતપર ગામે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની માતા-ભાઈને ધમકી આપીને કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ મોરબીના અણીયારી ગામ પાસે તળાવ કાંઠેથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની માતા-ભાઈને ધમકી આપીને કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ


SHARE













મોરબીના જેતપર ગામે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની માતા-ભાઈને ધમકી આપીને કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ

મોરબીના જેતપર ગામે રહેતા યુવાનના ઘરે આવીને રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનના માતા અને ભાઈ સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને યુવાનના ઘરેથી કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલ ફોન આમ કુલ મળીને 6.04 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની બળજબરી પૂર્વક લૂંટ કરવામાં આવેલ છે જેથી હાલમાં યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 3 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા જયકુમાર સુરેશભાઈ અમૃતિયા (25)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પંકજભાઈ ચમનભાઈ ગોઠી રહે. હળવદ તથા તેની સાથે આવેલ અજાણ્યા બે શખ્સો આમ કુલ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ હતું કે, ત્રણેય આરોપીઓએ ફરિયાદીના ઘરે આવીને તેની માતા અને ભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ ફરિયાદીની માલિકીની ગાડી નંબર જીજે 36 એપી 4447 જેની કિંમત 5 લાખ રૂપિયા તથા ગાડીમાં પડેલા 50,000 રૂપિયા અને જુદી જુદી કંપનીના ત્રણ મોબાઇલ ફોન આમ કુલ મળીને 6,04,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની બળજબરી પૂર્વક જાનથી મારી નાખવાની ધમકી આપીને લૂંટ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે લુટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં ફરિયાદી જયકુમાર અમૃતિયા પાસેથી મળતી વિગત પ્રમાણે તેણે પોતાના મિત્ર આશિષ પાસેથી અગાઉ રૂપિયા લીધા હતા અને જે રૂપિયા પરત આપી દેવામાં આવ્યા હતા તો પણ વારંવાર પંકજ ગોઠી દ્વારા રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી અને પંકજ ગોઠીને અગાઉ એક વખત રૂપિયા આપ્યા હતા તેમ છતાં પણ વધુ પૈસા પડાવવા માટે થઈને તે ફરિયાદીના ઘરે આવ્યો હતો અને તેની માતા તથા ભાઈને ધાક ધમકી આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ગાડી સહિતના મુદ્દામાલની લૂંટ કરવામાં આવે છે હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ત્રણ બોટલ દારૂ

મોરબીના સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૩૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી કિશોરભાઈ બચુભાઈ બડોધરા (29) રહે. જોગડ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




Latest News