વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી
SHARE







વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી
વાંકાનેરમાં આવેલ નવાપરા પંચાસર રોડ ઉપર જય ગોપાલ ડેરી ફાર્મમાંથી રોકડા રૂપિયા 1.94 લાખ તથા ડેરીની ચેકબુક અને બિલ ભરેલ થેલો કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નજર ચૂકવીને ચોરી કરવામાં આવેલ છે. જેથી આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાંકાનેરના જેતપરડા ગામે રહેતા લીંબાભાઇ કરસનભાઈ સરૈયા (45)એ અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે કે, વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ તેઓની જય ગોપાલ ડેરી ફાર્મ ખાતે થેલામાં રોકડા રૂપિયા 1.94 લાખ તથા બિલ બુક અને જય ગોપાલ ડેરી ફાર્મની બેકની ચેકબુક ભરેલ હતી જે થેલાની ડેરીમાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નજર ચૂકવીને ચોરી કરી લેવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
