વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી
મોરબીના બાયપાસ રોડે ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત
SHARE







મોરબીના બાયપાસ રોડે ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ઓવરબ્રિજ પાસે વૃદ્ધને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં વૃદ્ધને ગંભીર ઇજા થયેલ હોવાના કારણે ઘટના સ્થળે જ વૃદ્ધનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના જીવાપર (ચ) ગામના મૂળ રહેવાસી અને હાલમાં મોરબી ખાતે રહેતા કાલરીયા જસમતભાઈ કેશવજીભાઈ (68) નામના વૃદ્ધ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ઓવરબ્રિજ પાસે ડિવાઈડર નજીકથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન કોઈ વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં વૃદ્ધને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા સારવારમાં
ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા જ્યોતિબેન જયંતીભાઈ સિંધવ (30) નામની મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવતા ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યા સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
સગીરા સારવારમાં
ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા જામસિંગ ચૌહાણની 15 વર્ષની દીકરી સુશીલાબેનએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ
કચ્છના રાપર ખાતે રહેતો ધીરજ મૂળજીભાઈ રાઠોડ (22) નામનો યુવાને રાપર ખાતે બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો તે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
