વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ
મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે
SHARE







મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે
મોરબીમાં રહેતી અને કામ કરતી બોટાદની યુવતીનું અપહરણ થયાની ફરીયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે યુવક-યુવતીને શોધી કાઢયા હતા. અને બાદ લેવાયેલ નિવેદન અને મેડીકલ તપાસ દરમ્યાન યુવતી (સગીરા) સાથે દુષ્કર્મ થયું હોવાનું ખુલતા પોલીસે પોકસો અને દુષ્કર્મની કલમનો ઉમેરો કરીયો હતો.આ ગુનામાં અપહરણ પોકસો તથા દુષ્કર્મની કલમ હેઠળએ ડિવિઝન પીઆઈ આર.એસ.પટેલે રોહિત કાળુભાઈ તલસાણીયા દેવીપૂજક (21) રહે મોટી વિરવા તા.જી.બોટાદની ધરપકડ કરીને જેલ હવાલે કરેલ છે.
યુવાનનું મોત:-
મોરબીના કબીરટેકરી વિસ્તારમાં રહેતા અનિલભાઈ જગન્નાથભાઈ પાવર (45) તે છાતીમાં દુખાવો ઉપડતા સિવિલેસારવાર માટે લઈ ગયા હતા. જયાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.બનાવની નોંધ કરીએ ડિવિઝન પોલીસ મથકમાં એસ.કે.બાલાસરાએ તપાસ કરી હતી.
મારામારીમાં ઈજા:-
મોરબીના ગાળા ગલી પાસેના ગ્રેસઆર્ટ સિરામીકના લેવર કવાટરમાં જમવાનું બનાવતા સમયે અજાણ્યા ઈસમે માર મારતા રામસ્વરૂપ ફુલચંદ ગુર્જર (32) અને ધનરાજ શંકરલાલ ગુર્જર (21) બંને મુળ રહે રાજસ્થાનને ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.જયારે માળીયાના સુલતાપુર ગામે દવા પી ગયેલા સુનિલ ગોવિંદભાઈ બામણીયા (25)ને સીવીલે ખસેડાયો હતો.તેમજ કચ્છ રાપરના કીડીયાનગર ગામે રહેતા સુરેશ રામજીભાઈ કોળી નામના 34 વર્ષના યુવાનને વાડી વિસ્તારમાં મોટર સાયકલ સ્લીપ થતા ઈઝા થવાથી સારવાર માટે મોરબી લવાયો હતો.
યુવાન સારવાર:-
ટંકારાના નેકનામ ગામનો હરેશ લાભુભાઈ દારોદરા (44) બાઈક લઈને જતો હતો ત્યારે મોરબી-રાજકોટ હાઈવે ઉપર વાહન સ્લીપ થતા ઈજા થવા સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ પતિ સાથે બાઈકમાં જતા વખતે વાહન સ્લીપ થવા દક્ષાબેન વિનોદભાઈ (47)ને સારવારમાં લાવવામાં આવ્યા હતાં.જયારે મોરબી કેનાલ રોડ લાડલી પાર્ટીપ્લોટ પાસે ટ્રક ચાલકે બાઈક ન હડફેટે લેતા બાઈક સવાર નવિન ભગવાનજીભાઈ પરમાર (31) રહે.બુટાની વાડી રવાપર ગામની સીમને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.જયારે માધાપરામાં રહેતા પુજાબેન અજયભાઈ સારલા (32), રાજુભાઈ પરમાર (45) અને કરણ રાજુભાઈ (20)ને મારામારીમાં ઈજા થયેલ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવતા એ ડિવિઝન પોલીસે નોંધ કરી તપાસ કરી હતી
