મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
SHARE







મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બાતમી આધારે નવલખી રોડ ઉપરના રણછોડનગર વિસ્તારમાં રેડ કરી હતી. ત્યારે ત્યાંથી 20 બોટલ દારૂ સાથે એક ઈસમ પકડાયો હતો.પોલીસે નવલખી રોડ રણછોડનગર શેરી નં.1માં શનીભાઈ નવીનભાઈ મારૂણીયા કોળી (ઉ.30) તે ત્યાં રેડ કરી હતી. ત્યારે તેની પાસેથી 20 બોટલ દારૂ મળી આવતા રૂા.11 હજારની કિંમતનો દારૂ ગણીને તેની સામે પ્રોહિબીશન એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. શનીભાઈ મારૂણીયા આ બોટલો કોની પાસેથી લાવેલ તે સહિતની દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરેલ છે.
યુવાન સારવારમાં
મોરબી બાયપાસ પાપાજી ફનવર્લ્ડ પાસે બાઈક સ્લીક થઈ જતા હરજીવન જસમતભાઈ કંઝારીયા (26) રહે. મસાલની વાડી બાયપાસ મોરબીને સારવાર માટે લઈ જવાયો હતો. જયારે લતીપર નજીક બાઈક અકસ્માત બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા સંદીપ મગનભાઈ તળપદા (30)ને સારવાર માટે મોરબી લવાયો હતો. તો ટંકારાના કોઠારીયા ગામનો હસમુખ જીવણભાઈ સારલા (28) નામનો યુવાન હળમતીયાના ખારી રોડ પરથી જતો હતો ત્યારે કોઈએ કમરના ભાગે છરી મારતા અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
સાપ કરડી જતા
માળીયા (મીં)ના દેરાળા ગામે દરગાહ પાસે રહેતા જાવેદ મહમદભાઈ ખોરમ (45)ને સાપ કરડી જતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે મહેન્દ્રનગરના બસ સ્ટેશન પાસે રહેતો વિનોદ રમેશભાઈ ચાવડા નામનો 30 વર્ષનો યુવાન વીસેક ફુટની ઉંચાઈએથી નીચે પડી જતા સારવાર માટે લઈ જવાયો હતો તેમ પોલીસે જણાવેલ છે.
વૃધ્ધ સારવારમાં
બગથળા ગામના મગનભાઈ લાલજીભાઈ ઠોરીયા (81) નામના વૃધ્ધને બજારમાં ગયેલ ત્યાં કોઈ બાઈક ચાલકે હડફેટે લેતા સારવાર માટે મોરબી લવાયા હતા. તો બેલા ગામ પાસે ઠોર સાથે બાઈક અથડાતા પ્રેમજી ટપુભાઈ કારૂ (16) અને રણસી ટપુભાઈ કારૂ (20) રહે. ટીંબડી મોરબીને સારવારમાં લઈ જવાતા તાલુકા પોલીસ મથકના ફીરોઝભાઈ સુમરાએ તપાસ કરી હતી.જયારે પંચાસર રોડ ગીતા ઓઈલ મીલ નજીક બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા પામેલ રંજનબેન દિનેશભાઈ ગાંગાણી (43) રહે. રામપર (આમરણ)ને અત્રે ઓમ ઓર્થોપેડીક હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા. જયારે રેલ્વે સ્ટેશન પાસે અકસ્માતે ઈજા થતા કિશન કૈલાષભાઈ (22) રહે. મકરાણીવાસ મોરબીને સારવાર માટે લઈ જવાયો હતો અને મારામારીમાં ઈજા થતા રમેશ સોમાભાઈ ડાંગરીયા (38) રહે. કાલીકા પ્લોટને ઈજા થતા સારવાર માટે સિવિલે ખસેડાતા પોલીસે તપાસ કરી હતી
