મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ


SHARE













મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ
મોરબી તાલુકાના લુંટાવદર ગામના પરીવારની યુવતી ઘરેથી મંદિરે જવા નિકળ્યા બાદ ગુમ થઈ જતા તેના પિતાએ પોલીસને જાણ કરી હતી. તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે લુંટાવદર ગામના ભરતભાઈ નરશીભાઈ ઝાલરીયાએ પોલીસ મથકમાં જાહેર કર્યું હતું.કે ગત તા.10-9 ના રોજ તેઓની પુત્રી ખુશીબેન ભરતભાઈ ઝાલરીયા (ઉ.22) ઘરેથી મંદિરે દર્શન કરવા માટે જાવ છું કહીને નીકળી હતી જે બાદમાં પરત આવેલ નથી. ઘરમેળે શોધકોળ કરવા છતા ગુમ થયેલ ખુશીબેનનો અતોપતો ન લાગતા પોલીસમાં જાણ કરી હોય પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરી છે. જેની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના ચંદ્રસિંહ પઢીયાર ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં
 નવલખી રોડ ધકકાવાળી મેલડી માતા મંદિર પાસે બાઈક સ્લીપ થઈ જતા દર્શન વિરેન્દ્રભાઈ શાહ (42)ને ઈજા થતા સારવાર માટે લઈ જવાયા હતા. જયારે રાજકોટ હાઈવે પર બસ અને બાઈક અથડાતા કૈલાષભાઈ (25) અને જોગડીયાભાઈ ભાભર (50) રહે. ઓનેસ્ટ હોટલ પાસે રાજકોટ હાઈવેને ઈજાઓ થતા સિવિલે લેવામાં આવ્યા હતા. જયારે ટંકારાના સરાયા ગામે બાઈક પાછળથી નીચે પડી જતા વીર અનીલભાઈ નામના દસ વર્ષના બાળકને ઈજા થતા સારવાર માટે મોરબી લવાયો હતો.તેમજ માળીયા (મીં) જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરીદાબેન સોહિલભાઈ માણેક (21) કોઈ કારણસર ફિનાઈલ પી ગયા હોય સારવાર માટે અહીંની સિવિલે એડમીટ કરાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા
 મેઘપર ઝાલા ગામે રહેતા દેવકુંવરબા બચુભા ઝાલા (25)ને ગામ નજીક બાઈકમાં જતા સમયે પડી જવાથી ઈજા થતા અત્રેની ઓમ ઓર્થોપેડીક હોસ્પિટલે લવાયા હતા. જયારે હિતેશ ખીમજીભાઈ રૂપાલા (51) રહે. ઈશ્વરનગર હળવદને ગામ પાસે બાઈક અકસ્માતે ઈજા થતા સારવાર માટે મોરબી લવાયા હતા.જયારે લીંબડી પાસેના ઉંટડી ગામના સમતાબેન પ્રકાશભાઈ ઝેંઝરીયા (17) મોટર સાયકલમાંથી પડી જતા સારવાર માટે મોરબી લવાયા હતા. તો પગપાળા જઈ રહેલા ચંપાબેન તુલસીપરી ગૌસ્વામી (72) રહે. થાનને બાઈક ચાલકે હડફેટે લેતા સારવાર માટે મોરબી લવાયા હતા.

યુવાન સારવારમાં
 કંડલા પોર્ટ પાસેના તુણાવંડી ગામે બનેવીના ઘરે જાતે ગળાના ભાગે બ્લેડ મારી દેતા કરીમભાઈ ઈસ્માઈલભાઈ સાયચા (33) રહે. રણછોડનગર મોરબીને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો. તો હળવદના વેગડવાવ ગામે બાઈક સ્લીપ થતા જસમતભાઈ બાવલભાઈ દલવાડી (51)ને સારવારમાં ખસેડાયા હતા.તેમજ હળવદના ચાડધ્રા ગામના જેસીંગભાઈ નરસીભાઈ રાણીવાડીયા (62) નામના વૃધ્ધએ કોઈ કારણોસર દવા પી લેતા તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા




Latest News