મોરબી સિરામિક એસો.ના હોલ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત બેઠક યોજાઈ
મોરબીમાં યુવા આર્મી ગ્રુપની ટીમે તાત્કાલિક એ પોઝિટિવ-નેગેટિવ બ્લડની ૧૧ બોટલ એકત્રિત કરી આપી
SHARE
મોરબીમાં યુવા આર્મી ગ્રુપની ટીમે તાત્કાલિક એ પોઝિટિવ-નેગેટિવ બ્લડની ૧૧ બોટલ એકત્રિત કરી આપી
મોરબીમાં યુવા આર્મી ગ્રુપ તેમના સેવા કાર્યથી હંમેશા ચર્ચામાં રહેતુ હોય છે. કારણકે યુવા આર્મી ગ્રુપ હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન ધ્યેય સાથે મોરબીના લોકોની ઈમરજન્સી બ્લડની જરૂરીયાત પુરી કરવા ૨૪ કલાક તત્પર રહે છે અને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યું છે. કોરોના કાળમાં અવારનવાર બ્લડ બેંકમાં ક્યારેક બ્લડની ખુબ જ સોર્ટેજ ઉભી થઈ જાય છે ત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બ્લડની જરૂરીયાત વાળા દર્દીઓના પરીજનોને જે તે બ્લડ ગ્રુપનુ બ્લડ શોધવુ ખુબ જ મુશ્કેલ થઈ જતુ હોય છે. ગઈકાલે મોરબીમાં આયુષ, સમર્પણ જેવી નાની મોટી હોસ્પિટલમા સારવાર અર્થે આવેલ દર્દીઓ માટે એ પોઝિટિવ બ્લડની સોર્ટેજ ઉભી થઈ હતી જેની જાણ સંસ્કાર બ્લડ બેંક દ્વારા યુવા આર્મી ગ્રુપને કરવામાં આવી હતી જે માટે થયને યુવા આર્મી ગ્રુપ દ્વારાના સભ્યો દ્વારા તાત્કાલિક ૧૦ બોટલ એ પોઝિટિવ તથા અન્ય એક દર્દી માટે ૧ બોટલ એ નેગેટિવ બ્લડની વ્યવસ્થા ઉભી કરી આપવામાં આવી હતી. અને બ્લડની જરૂરીયાત માટે કે કોઈની જરૂરીયાત સમયે બ્લડ રક્તદાન રુપી સેવાકીય કાર્યમા જોડાવા માટે હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ ઉપર સંપર્ક કરવા પિયુષભાઈ બોપલીયાએ જણાવ્યુ છે