મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ટાઉનહોલમાં મહેન્દ્રસિંહજીના નામનું બોર્ડ લગાવવા રાજપૂત કરણી  સેનાની માંગ


SHARE









મોરબીના ટાઉનહોલમાં મહેન્દ્રસિંહજીના નામનું બોર્ડ લગાવવા રાજપૂત કરણી  સેનાની માંગ

મોરબી ખાતે રાજપૂત કારણી  સેના તેમજ મોરબી રાજપૂત સમાજ દ્વારા મોરબી નગર પાલિકા ચિફ ઓફિસરને આવેદન આપી ધારદાર રજુઆત કરી હતી કે, મોરબી ટાઉનહોલના મુખ્ય દ્વાર ઉપર જે તે સમયે મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલનું બોર્ડ હતું જે હાલમાં નથી તેને ફરીથી મુખ્ય પ્રવેશદ્વાર અને ટાઉન હોલની અંદર મહારાજાનું બોર્ડ લગાવવામાં આવે તે જરૂરી છે મોરબી રાજપૂત કરણી સેનાએ જણાવ્યુ હતું કે, હાલ નગરપાલીકા ટાઉન હોલની જગ્યાં આવેલી છે તે મોરબી રાજવી પરિવારની હોઈ અને મોરબીની જનતાની સુખાકારી લોક હિતાર્થે રાજવી પરિવારે મહારાજાશ્રીની સમૃતિ સતત પ્રજા વચ્ચે રહે એવા હેતુથી ટાઉન હોલમાં મહારાજા મહેન્દ્રસિંહજીના નામનું બોર્ડ લગાવેલું રાખવામાં આવે તેવી માંગ કરેલ છે મોરબી નગરપાલિકાએ જઈને પાલિકાના  ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે રાજપૂત કારણી સેનાના મોરબી જિલ્લા પ્રભારી દશરથસિંહ ઝાલા, જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી રાજપૂત સમાજ પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ રાજભા ઝાલા, યશવંતસિંહ ઝાલા તેમજ રાજપૂત કારણી સેના મોરબી જિલ્લા તેમજ શહેરના હોદેદારો સુખુદેવસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા, યોગીરાજસિંહ ઝાલા, ઓમદેવસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા, મહિરાજસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા




Latest News