મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભુજ ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સાંસદ સ્વદેશી મેલાને ખુલ્લો મુકાયો


SHARE













વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભુજ ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સાંસદ સ્વદેશી મેલાને ખુલ્લો મુકાયો

આપણે ભારતમાં બનેલી વસ્તુઓ ખરીદીએ છીએ, ત્યારે આપણા દેશના ઉદ્યોગો અને નાના વેપારીઓને સીધો ફાયદો થાય છે. આનાથી રોજગારીની તકો વધે છે અને દેશનું અર્થતંત્ર મજબૂત બને છે. સ્વદેશી અપનાવવાથી ભારતના નાના ઉદ્યોગો, હસ્તકલાકારો અને કારીગરોને તેમના ઉત્પાદનો વેચવાની તક મળે છે. આનાથી તેમની કળા અને પરંપરા જળવાઈ રહે છે અને તેમને આર્થિક રીતે સધ્ધર થવામાં મદદ મળે છે. સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો એ આપણા દેશ અને તેની સંસ્કૃતિ પ્રત્યે આદર દર્શાવે છે. આનાથી આપણને રાષ્ટ્રીય ગૌરવની લાગણી થાય છે અને આપણે એક રાષ્ટ્ર તરીકે એક થઈને આગળ વધી શકીએ છીએ. આપણે જેટલી વધારે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીશું, તેટલી જ વિદેશી વસ્તુઓની આયાત ઓછી થશે. આનાથી દેશ આર્થિક રીતે વધુ સ્વતંત્ર બને છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વદેશી અપનાવીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએના સંદેશને સાર્થક કરવા તેમના જન્મદિવસ નિમિત્તે તથા નવરાત્રી અને દિવાળી તહેવારને અનુલક્ષીને સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ભુજ હાટ ખાતે સાંસદ સ્વદેશી મેલાને સૌ કચ્છીજનો માટે ખુલ્લું મુકવામાં આવયું છે. જેમાં કચ્છની જનતા સ્વદેશી બનાવટની ઘર સજાવટની સામગ્રી, ખાદી તેમજ હેન્ડીક્રાફ્ટની ચીજ વસ્તુઓની પ્રદર્શની નિહાળી શકશે તથા તેની ખરીદી કરી શકશે. આ પ્રસંગે સાસંદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે સ્વદેશી અપનાવવું એ માત્ર એક સૂત્ર નથી, પરંતુ તે એક એવી જીવનશૈલી છે જે દરેક ભારતીયને દેશના વિકાસમાં સીધો ભાગ લેવાની તક આપે છે. જો આપણે સૌ સાથે મળીને આ દિશામાં કામ કરીએ, તો ચોક્કસપણે ભારતને આત્મનિર્ભર બનાવવાનું સ્વપ્ન સાકાર થશે. આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડા, જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંગદાન પ્રેણતા દિલીપભાઇ દેશમુખ, જીલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, શીતલભાઇ શાહ, ભુજ ન.પા પ્રમુખ રશ્મિબેન સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.




Latest News