નેસડા(ખા) ગામની વનીકરણ ટીમને ગુજરાત સરકાર અને સદભાવના ટ્રસ્ટ તરફથી કલાઇમેટ ચેન્જ એવોર્ડ અર્પણ
મોરબી આઇટી રેડ: બે દિવસમાં 250 કરોડના બેનામી હિસાબ, 11 કરોડથી વધુની રોકડ, 5 કરોડની જવેરાત મળી, 32 બેંક એકાઉન્ટ સીલ
SHARE







મોરબી આઇટી રેડ: બે દિવસમાં 250 કરોડના બેનામી હિસાબ, 11 કરોડથી વધુની રોકડ, 5 કરોડની જવેરાત મળી, 32 બેંક એકાઉન્ટ સીલ
મોરબીમાં આઈટી વિભાગ દ્વારા કરવામાં આવેલ રેડ દરમિયાન 250 કરોડથી વધુના બેનામી હિસાબો મળી આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે આ ઉપરાંત 5 કરોડની જ્વેલરી અને 11 કરોડથી વધુની રોકડ પણ જપ્ત થયેલ છે આટલું જ નહીં 32 જેટલા બેન્ક એકાઉન્ટને સીલ કરવામાં આવેલ છે અને હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે જેથી બેનામી સંપત્તિનો આંકડો વધે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી વધુમાં પરંતુ અધિકારી સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે જે પેઢીઓ ઉપર આઈટી વિભાગની ટીમ દ્વારા રેડ કરવામાં આવી છે તેના ડિજિટલ ડેટાનું અવલોકન હાલમાં ચાલી રહ્યું છે જોકે, આવતીકાલે રેડની કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
આઈટી વિભાગની એકી સાથે 40 જેટલી ટીમો દ્વારા મોરબીમાં જુદા જુદા ચાર અગ્રણી ગ્રુપ ઉપર મંગળવારે સવારે પાંચેક વાગ્યાના અરસામાં રેડ કરવામાં આવી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જે ચાર અગ્રણી ગ્રુપ ઉપર રેડ કરવામાં આવી હતી તેના તમામ ભાગીદારોના રહેણાંક મકાન, ઓફિસ, કારખાના તમામ જગ્યા ઉપર એકી સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન કરોડો રૂપિયાના બેનામી હિસાબો મળી આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે અને છેલ્લા બે દિવસથી આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે તેમાં કરોડોની રોકડ અને દાગીના જવેરાત પણ મળી આવેલ છે. તેવી વિગતો સામે આવી રહી છે.
મોરબીમાં લેવીસી સીરામીક ગ્રૂપ, મેટ્રો સિરામિક ગ્રૂપ, ઇડન ગ્રૂપ અને મોર્ડન હોમ પ્લાન ગ્રૂપમાં આઈટી વિભાગની ટીમો ત્રાટકી હતી અને આ ચારેય ગ્રૂપના ભાગીદારોના રહેણાંક મકાન, ઓફિસો અને કારખાનામાં મંગળવારે સવારે 5:00 વાગ્યાથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને હજુ પણ બેનામી હિસાબો અંગેની તપાસ ચાલી રહી છે જોકે સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે રેડના બે દિવસ દરમિયાન કુલ મળીને 11 કરોડથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે અને 5 કરોડથી વધીની જવેરાત મળી આવેલ છે. અને અઢીસો કરોડથી વધુના બેનામી હિસાબો મળી આવ્યા છે અને હજુ પણ આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશનની કામગીરી ચાલી રહી છે.
જોકે મોરબીની ચારેય પેઢીઓની સાથોસાથ બે આંગડિયા પેઢીમાં પણ તપાસ કરવામાં આવી રહી હતી અને તે તપાસ પૂર્ણ કરવામાં આવેલ છે જોકે, બાંધકામ અને સીરામીક સાથે જોડાયેલ જે ચાર પેઢીઓ ઉપર રેડ કરવામાં આવી છે તે રેડ આવતીકાલે પૂર્ણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે આ ચારેય પેઢીઓ પાસેથી આઈટી વિભાગના અધિકારીઓને મળી આવેલ ડિજિટલ ડેટાનું અવલોકન હજુ પણ ચાલુ રહેશે તેમજ જે 32 જેટલા બેન્ક એકાઉન્ટને સીલ કરવામાં આવ્યા છે તેને હવે ખોલવામાં આવશે. જોકે, રેડ દરમિયાન હજુ સુધી આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
