મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવનારા ખેડૂતોમાંથી 4,544 રજીસ્ટ્રેશન રદ: કોંગ્રેસનું તંત્રને અલ્ટિમેટમ


SHARE













મોરબી જીલ્લામાં ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવનારા ખેડૂતોમાંથી 4,544 રજીસ્ટ્રેશન રદ: કોંગ્રેસનું તંત્રને અલ્ટિમેટમ

મોરબી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી નું વેચાણ કરવા માટે થઈને ખેડૂતો દ્વારા ઉજાગરા કરીને અને ધક્કા ખાઈને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તેમાંથી ઘણા ખેડૂતોના રજીસ્ટ્રેશન સેટેલાઈટ મેપિંગના કારણે જીલ્લામાં કુલ મળીને 4,544 ખેડૂતોના રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવ્યા છે જેથી ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાના ખેડૂતો કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને ટંકારા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેઓના ખેતરમાં મગફળી હોવા છતાં પણ તેમના રજીસ્ટ્રેશન કેમ કેન્સલ થયા છે તેઓ સવાલ કર્યો હતો અને આ પ્રશ્ન ઉકેલવા માટે તંત્રને કોંગ્રેસ દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવેલ છે.

સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે અને તેના માટે રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. જોકે રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે ખેડૂતોને ઉજાગરા કરવા પડ્યા હતા અને વારંવાર ધક્કા ખાવા પડ્યા હતા ત્યાર પછી તેઓની મગફળી ટેકાના ભાવે વેંચવા માટે રજીસ્ટ્રેશન થઈ શક્યા હતા જોકે છેલ્લા દિવસોમાં સેટેલાઈટ મેપિંગ કરીને મોરબી જિલ્લાના ઘણા બધા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવ્યું છે જેથી કરીને આજે ટંકારા તાલુકા કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભૂપતભાઇ ગોધાણી, જિલ્લા પંચાયતના માજી સભ્ય મહેશભાઇ રાજકોટિયા તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ટંકારા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને ખેડૂતોએ પોતાના ખેતરની અંદર મગફળીનું વાવેતર કર્યું હતું તેમ છતાં પણ તેઓના રજીસ્ટ્રેશન કેમ કેન્સલ કર્યા છે તેવો સવાલ કર્યો હતો.

આટલું જ નહીં જે ખેડૂતોના રજીસ્ટ્રેશન કેન્સલ થયા છે તેઓની પાસેથી ફોર્મ માંગવામાં આવે છે તેનો કોંગ્રેસનાં આગેવાનો અને ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને ખેડૂતોએ અગાઉ તેના રજીસ્ટ્રેશન કર્યા ત્યારે તમામ પ્રકારના પુરાવો આપ્યા હતા અને ભૂલ સરકારની છે તો ખેડૂતો કેમ હેરાન થાય એવા આક્રોશ સાથે કોંગ્રેસે ખેડૂતોના હિતમાં તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે અને જો 48 કલાકમાં જે ખેડૂતોની મગફળીનુ રજીસ્ટ્રેશન કેન્સલ થયેલ છે તેમનું વેરિફિકેશન કરીને ઓકે કરવામાં નહીં આવે તો ટંકારા તાલુકા પંચાયત કચેરી ખાતે તાળાબંધી અને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉતારવામાં આવી છે.

વધુમાં ટંકારા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી અશોકભાઇ હડિયાળ પાસેથી મળેલ માહિતી મુજબ મોરબી જિલ્લામાં કુલ મળીને 19234 જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળી વેચવા માટે થઈને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાંથી 4,544 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કેન્સલ થયું છે જેથી હવે તે લોકોનું વેરિફિકેશન કરવામાં આવ્યા બાદ તેમની મગફળી ટેકાના ભાવે લેવામાં આવશે કે કેમ તે આગામી સમય જ બતાવશે. અત્રે ઉલેખનીય છે કે, સેટેલાઈટ મેપિંગના કારણે ઊભા થયેલ પ્રશ્ન નિકાલ માટે તાલુકા પંચાયત પાસે પૂરતો સ્ટાફ જ નથી તો પછી ખેડૂતોના ખેતર સુધી વેરિફિકેશન કયારે થશે તે સવાલ ઉઠી રહ્યો છે.




Latest News