મોરબીના રવાપરની સોસાયટીમાં ગાડી પાર્કિંગ બાબતે યુવાન અને તેની માતાને માર મારનાર બે ની ધરપકડ
ટંકારાના મીતાણા પાસે ડિવાઈડર કૂદીને આવેલ કાર સામેથી આવતી કાર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત
SHARE







ટંકારાના મીતાણા પાસે ડિવાઈડર કૂદીને આવેલ કાર સામેથી આવતી કાર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મીતાણા ગામ પાસે મંદિર સામેથી કાર લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેના રોડ ઉપર આવી રહેલ અન્ય કારના ચાલકે પોતાની કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા તેની કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ ઉપર આવી ગઈ હતો અને યુવાનની કાર સાથે કાર અથડાઈ હતી જેથી અકસ્માત થયો હતો જેમાં યુવાનને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને કાર ચાલક તેની કારને છોડીને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ ટંકારામાં આવેલ ગાયત્રી સોસાયટી ઉગમણા નાકા બહાર ગાયત્રી સ્કૂલની સામેના ભાગમાં રહેતા નિલેશભાઈ શામજીભાઈ ભાલોડીયા (44) એ કાર નંબર જીજે 3 એમએચ 4086 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ગામ પાસે મેલડી માતાજીના મંદિર નજીકથી તેના ભાઈ દેવેન્દ્રભાઈ શામજીભાઈ ભલોડિયા (35) કાર નંબર જીજે 36 એફ 8678 લઈને જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ પોતાની કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા તેની કાર ડિવાઈડર કૂદીને સામેની બાજુના રોડ ઉપરથી પસાર થતા ફરિયાદીના ભાઈની કાર સાથે કાર અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો જેમાં ફરિયાદીના ભાઈને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નિપજ્યું હતું અને અકસ્માત સર્જીને કારચાલક પોતાની કાર મૂકીને નાસી ગયો હતો જેથી હાલમાં ભોગ બનેલ યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વરલી જુગારની બે રેડ
મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અસરફ સિદીકભાઈ જારા (38) રહે. શ્રીજી પાર્ક મસ્જિદ પાસે વાવડી રોડ મોરબી વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 620 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે જ્યારે મોરબીના લખધીરપુર રોડ ઉપર સોરીસો ચોકડી પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા સુનિલભાઈ વજુભાઈ પરમાર (25) રહે. લખધીરપુર ગામ પાસે ખોડીયારપરા મોરબી વાળો મળી આવતા પોલીસે 360 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી
