મોરબીમાં પોલીસને બાતમી આપી હોવાની શંકાએ યુવાન ઉપર ચાર લોકોનો ધોકા-છરી વડે હુમલો
મોરબી તાલુકા કોંગ્રેસે ખેડૂતોની મગફળી ટેકાના ભાવે લેવા માટે ન્યાય કરવાની કરી માંગ
SHARE







મોરબી તાલુકા કોંગ્રેસે ખેડૂતોની મગફળી ટેકાના ભાવે લેવા માટે ન્યાય કરવાની કરી માંગ
મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિએ ખેડૂતોને મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ભરેલા ફોર્મ નામંજૂર થવા મામલે વિસ્તરણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. અને કોંગ્રેસ સમિતિએ આ મામલે જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના અનેક ખાતેદાર ખેડૂતોએ મગફળીના વાવેતર કર્યા હોવા છતાં તેમના ફોર્મ નામંજૂર કરવામાં આવ્યા છે. જેના કારણે ખેડૂતોને અન્યાય થયો છે. કોંગ્રેસ સમિતિએ વિસ્તરણ અધિકારીને અપીલ કરી છે કે, આવા તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે ન્યાય મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
