મોરબી યોગેશ્વર સોસાયટીનો મુદ્દો પહોંચ્યો પોલીસ સ્ટેશનને, દિવાલ પાડવા મુદ્દે નોંધાઇ ફરિયાદ
મોરબીમાં પોલીસને બાતમી આપી હોવાની શંકાએ યુવાન ઉપર ચાર લોકોનો ધોકા-છરી વડે હુમલો
SHARE







મોરબીમાં પોલીસને બાતમી આપી હોવાની શંકાએ યુવાન ઉપર ચાર લોકોનો ધોકા-છરી વડે હુમલો
મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા યુવાન ઉપર તે જ વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર સહિત ચાર લોકો દ્વારા ધોકા તથા છરી વડે હુમલો કરવામાં આવ્યો હોય ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો.પોલીસને બાતમી આપી હોવાનો ખોટો વહેમ શંકા કરીને યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હોય ભોગ બનેલા યુવાને હાલ બી ડિવિઝન પોલીસમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવેલ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે હાલમાં મનોજભાઇ ઉર્ફે શન્નીભાઈ બળદેવભાઈ સોલંકી રાજપુત (૪૦) રહે.ફર્ન હોટલ પાસે જનકપુરી સોસાયટી ૮-એ નેશનલ હાઇવે સામાકાંઠે મોરબી-૨ એ જનકપુરી વિસ્તારમાં જ રહેતા પાર્થ અમિતભાઈ, અમિતભાઈ તથા બે અજાણ્યા ઇસમો એમ ચાર લોકોની સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા અમિતભાઈ ઉપર હથિયાર અંગેનો ગુનો નોંધાયો હતો અને ગુનામાં પકડાયેલા હતા.જે બાબતે તેઓ દ્વારા ફરિયાદી ઉપર પોલીસમાં જાણ કરી હોવાની ખોટી વહેમ શંકા કરીને ઝઘડો કર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જ્યારે પાર્થ અમિતભાઈ દ્વારા ફરીયાદી મનોજભાઇને માથાના ભાગે ધોકો ફટકારવામાં આવ્યો હતો.તેમજ બે અજાણ્યા ઇસમો દ્વારા મનોજભાઈ ઉપર બેઠકના ભાગે છરી વડે ત્રણેક ઘા મારવામાં આવ્યા હતા.જે અંગે નોંધાયેલ ફરિયાદ બાદ હાલ બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે પોલીસનો શહેરમાં લેસ માત્ર ભય ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે અને પોલીસમાં નોંધાયેલ ફરિયાદમાં ખોટી વહેમ શંકા કરીને યુવાન ઉપર આ હુમલો કરવામાં આવ્યો હોવાનું હાલ સામે આવ્યું છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના જૂના ઘાંટીલા ગામે રહેતા રાજુબેન મનસુખભાઈ સનુરા નામના ૫૮ વર્ષીય મહિલાને હળવદના દેવીપુર નજીક બાઇક અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના રામનગર ખારીવાળી વિસ્તારમાં રહેતા લાભુબેન નવઘણભાઈ મુંધવા નામની સાત વર્ષની બાળકી બાઇકમાંથી પડી જતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવી હતી.તેમજ મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા તરૂણાબેન વિરાજભાઈ દફતરી નામના ૪૨ વર્ષના મહિલા કોઈ કારણોસર દવા પી ગયા હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
દવા પી લેતા સારવારમાં
મોરબીના માધાપરા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ છનુભા ઝાલા નામનો ૩૫ વર્ષેનો યુવાન કોઈ કારણસર દવા પી જતાં તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જયારે વાવડી પાસેની મારૂતિ સોસાયટી વિસ્તારમાં રહેતા નારણભાઈ ભગવાનજીભાઈ સુથાર નામના ૩૧ વર્ષના યુવાનને પંચાસર ચોકડીએ અકસ્માત બનાવમાં ઈજા થતાં ૧૦૮ વડે સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના રવાપર ગામે ગોલ્ડન માર્કેટ નજીક બે લોકો દ્વારા તલવાર બતાવીને ધાક ધમકી આપી મારપીટ કરવામાં આવતા ચંદ્રેશ જયંતીભાઈ રાંકજા (૨૯) રહે.રવાપર ને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો
