મોરબીના મકનસર ગામે શાળામાં બાંધકામ કરતાં સમયે નીચે પટકાતાં ઇજા પામેલા યુવાનનું મોત
SHARE







મોરબીના મકનસર ગામે શાળામાં બાંધકામ કરતાં સમયે નીચે પટકાતાં ઇજા પામેલા યુવાનનું મોત
મોરબી તાલુકાના મકનસર ગામે શાળામાં બાંધકામ કરતાં સમયે ત્રીજા માળ ઉપરથી નીચે પટકાતાં યુવાનને ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામે રહેતા ગફુરભાઈ અબ્દુલાભાઈ જેડા (35) નામનો યુવાન મોરબી તાલુકાના મકનસર ગામે શાળામાં બાંધકામ કરતાં સમયે ત્રીજા માળેથી પડી જતા તેને ગંભીર ઇજા થઈ હતી અને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ હસનભાઈ તેના મૃતદેહને તાત્કાલિક મોરબીની સરકારી ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
