મોરબીના મકનસર ગામે શાળામાં બાંધકામ કરતાં સમયે નીચે પટકાતાં ઇજા પામેલા યુવાનનું મોત
મોરબીના વાવડી ગામે રહેતા યુવાને પંચાસર નજીક ઝેરી દવા પીને કર્યો આપઘાત
SHARE







મોરબીના વાવડી ગામે રહેતા યુવાને પંચાસર નજીક ઝેરી દવા પીને કર્યો આપઘાત
મોરબીના પંચાસર ગામ પાસે કોઈ કારણોસર યુવાને ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા રાજેશભાઈ નારણભાઈ મિયાત્રા (43) નામના યુવાને મોરબી નજીકના પંચાસર ગામ પાસે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એ.બી.મિશ્રા ચલાવી રહ્યા છે
