મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ આયોજિત સંકલ્પ નવરાત્રીમાં તમામ જ્ઞાતિની બહેનોને વિનામૂલ્યે એન્ટ્રી: તિલક ફરજિયાત


SHARE













મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ આયોજિત સંકલ્પ નવરાત્રીમાં તમામ જ્ઞાતિની બહેનોને વિનામૂલ્યે એન્ટ્રી: તિલક ફરજિયાત

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા 16માં વર્ષે પણ સર્વ જ્ઞાતિ માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દર વખતની જેમ તમામ જ્ઞાતિની બહેનોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. આ વર્ષે અર્વાચીનની સાથે પ્રાચીન થીમ પર પણ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા  22થી 30 સપ્ટેમ્બર દરમિયાન રવાપર-ઘુનડા રોડ ઉપર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં આ વર્ષે પણ બહેનોને નિઃશુલ્ક એન્ટ્રી આપવામાં આવશે અને અહી આવતા તમામ લોકોને તિલક કરીને જ પ્રવેશ આપવામાં આવશે. ખાસ કરીને મોરબી અને મુંબઈના ખ્યાતનામ કલાકારો પ્રાચીન અને અર્વાચિન ગરબા ગાઈને ખેલૈયાઓને મજા કરાવી દેશે. આ નવરાત્રી મહોત્સવમાં સમાજ સેવામાં વિશેષ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવશે.

વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે સંકલ્પ નવરાત્રી મોરબીની સંસ્કૃતિ, સમરસતા અને એકતાનું પ્રતિક છે. આ નવરાત્રી મહોત્સવ આજે માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ સમાજમાં સમરસતા, એકતા અને સાંસ્કૃતિક જતનનું સશક્ત મંચ બની ગયો છે. આ નવરાત્રી મહોત્સવનું મુખ્ય ધ્યેય માતા જગદંબાની આરાધના સાથે સમાજના દરેક વર્ગને જોડીને સાચા અર્થમાં એકતા અને ભાઈચારો સ્થાપવાનો છે. ખાસ કરીને અહી બહેનોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને મોટી સંખ્યામાં બાઉન્સરો રાખવામા આવશે. તેમજ અંબાજી, ચામુંડા, ખોડિયાર, મહાકાળી, આશાપુરા, મોમાઈ, રવેચી, મોગલ અને ઉમિયા માતાજીનાં મંદિરેથી ચુંદડી લાવી અહી રાખવામા આવશે અને તેનું પૂજન અર્ચન કરાશે. 




Latest News