વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની ધી વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આયોજન


SHARE









મોરબીની ધી વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આયોજન

મોરબીની 135 વર્ષ જૂની ઐતિહાસિક શાળા અને મોરબીની ધરોહર એવી ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલમાં શાળા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 9 થી 12ના કુલ 188 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને 98 જેટલી અવનવી કૃતિઓ રજૂ કરી હતી.

આ પ્રદર્શનનું ઉદ્ઘાટન મોરબી જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ.મોતાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે શિક્ષણ નિરીક્ષક પી.વી. અંબારીયા, મોરબી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય વી.વી.સુરેલીયા, અને રાજકોટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ તેમની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક સૂઝનો પરિચય કરાવતી અનેક કૃતિઓ રજૂ કરી હતી. અને આકર્ષણનું કેન્દ્ર બનેલી કૃતિઓમાં ઓટોમેટીક સોલાર ટ્રેકર, સ્માર્ટ વોઇસ આસિસ્ટન્ટ, ઝેરોક્ષ મશીન, શોર્ટ સર્કિટ અલાર્મ, ઓટોમેટીક વોટર મશીન, પેન્સિલ વેલ્ડીંગ, મેગ્નેટિક મોટર, એર પોલ્યુશન કંટ્રોલર, સોલાર એનર્જી, વોટર પ્યુરીફાયર, યુપીઆઈ પે સિસ્ટમ, ઓફલાઈન કાર ગેમ, ડ્રેગન રાઇડ, 3d હોલોગ્રામ, અંધશ્રદ્ધા નિવારણ, ગેસ બંદૂક, ટ્રાફિક સિગ્નલ, ડાયનેમાઈટ સીટી, લેસર સિક્યુરિટી, વોટર ડિસ્પેન્સર સિસ્ટમ, માઈક્રોસ્કોપ, ઓટોમેટીક પડદો, જનરેટર, પાણીનું શુદ્ધિકરણ, અને એરોપ્લેન ડિઝાસ્ટર સેફટી સિસ્ટમ જેવી કૃતિઓ મુખ્ય હતી.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના બધા જ શિક્ષકોનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો. તેમાં સુધીર ગાંભવા, મહેશ ગાંભવા અને પુનિત મેરજાનો સમાવેશ થાય છે અને નિર્ણાયકો તરીકે હર્ષદ બોડા, પુનિત વાંસદડીયા, ચૈતાલીબેન અને અને નિરાલીબેન દ્વારા કૃતિઓનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકના સમગ્ર સ્ટાફ મિત્રોએ આ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. આ ઉપરાંત, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓએ સ્વયંસેવક બનીને આજુબાજુની શાળાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા જાળવી હતી. આ કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય બી.એ. વાઘેલાએ સહુનો આભાર વ્યક્ત કર્યો હતો. 




Latest News