મોરબીની ધી વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આયોજન
મોરબીના નાની વાવડી ગામે આવેલ વેદાંત સ્કૂલમાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો
SHARE







મોરબીના નાની વાવડી ગામે આવેલ વેદાંત સ્કૂલમાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા વેદાંત સ્કૂલ નાની વાવડી (મોરબી) ખાતે વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો અને આ તકે જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ તેમજ ગાયત્રી પરિવાર મોરબી તરફથી ગડારા પાર્થભાઈ અને અનિલભાઈ વિઠલાપરા હાજર રહ્યા હતા અને બાળકોને વ્યસનથી થતાં નુકશાન વિષેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને વિધાર્થીઓ પોતે વ્યસન ન કરવું તેમજ બીજાઓને વ્યસન મુક્ત કરવા માટેના સંકલ્પ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક હર્ષદભાઈ ગામી તથા આચાર્ય પ્રવીણભાઈ મેરજા અને અશોકભાઈ વિઠલાપરા તેમજ શાળાના શિક્ષકો અને વિધાર્થીઓનો ખૂબ સારો સહકાર મળ્યો હતો.
