મોરબીના નાની વાવડી ગામે આવેલ વેદાંત સ્કૂલમાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં નવરાત્રી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઇ તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, રોમોયોગીરી કરનારની ખેર નથી: એસપી મુકેશકુમાર પટેલ
SHARE







મોરબીમાં નવરાત્રી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઇ તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, રોમોયોગીરી કરનારની ખેર નથી: એસપી મુકેશકુમાર પટેલ
મોરબી જિલ્લાભરમાં નવરાત્રિ દરમ્યાન કોઈ બનાવ ન બને તેના માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવેલ છે અને તેની માહિતી આપવા માટે એસપીની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને શક્તિની આરાધનાનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઇ તે માટે જુદાજુદા નવરાત્રિ મહોત્સવમાં પોલીસની સીટીમ પણ કાર્યરત રહેશે. તે ઉપરાંત અધિકારીઓએ સહિત 550 જેટલા પોલીસ જવાનો ખડેપગે રહશે.
મોરબીના એસપી મુકેશકુમાર પટેલે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, જિલ્લામાં કોમર્શિયલ નવરાત્રિ અને શેરી ગરબા મળીને નાના મોટા કુલ 571 આયોજન કરવામાં આવ્યું છે જેના માટે 3 ડીવાયએસપી, 16 પીઆઈ, 22 પીએસઆઈ અને 530 જેટલા પોલીસ જવાનો બંદોબસ્ત રાખવામા આવેલ છે અને ખાસ કરીને નવરાત્રીમાં ટ્રાફિકની સમસ્યા ન થયા અને મહિલાઓને કોઈ તકલીફ ન પડે તેની તકેદારી રાખવામા આવશે અને નશાખોરો શખ્સોને પકડવા માટે કુલ 34 બ્રિથ એનેલાઈઝર પોલીસ પાસે રહેશે. તેમજ મહિલા અને પુરુષ કર્મચારીઓ ખેલૈયાની જેમ તૈયાર થઈને જુદી જુદી જગ્યાએ નવરાત્રીમાં જશે અને નેત્રમ અંતર્ગત મૂકવામાં આવલે 120 જેટલા સીસીટીવી કેમેરા ઉપર પણ પોલીસ સતત વોચ રાખશે. આટલું જ નહીં 3 એન્ટી રોમિયો સ્ક્વોડ પણ નવરાત્રિ દરમ્યાન ખડેપગે રહેશે. અને બ્લેક ફિલ્મવાળા, મોડિફાઈડ સાયલેન્સર કે પછી નંબર પ્લેટ વગરના વાહન દેખાઈ તો તેના ફોટો પાડીને મોરબી પોલીસને આપવામાં આવશે તો પીએન કાર્યવાહી કરવામાં આવશે. તથા નવરાત્રિના આયોજકોએ પાર્કિંગની વ્યવસ્થા લાઇટિંગ સાથે કરવાની રહેશે.
