વાંકાનેરની પેડક સોસાયટીમાં અને ટંકારાના છતર ગામે એક-એક યુવાને જીવન ટુકાવ્યું
SHARE







વાંકાનેરની પેડક સોસાયટીમાં અને ટંકારાના છતર ગામે એક-એક યુવાને જીવન ટુકાવ્યું
વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટીમાં રહેતા યુવાને અને ટંકારા તાલુકાના છતર ગામે રહેતા યુવાને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લેતા તે બંને યુવાનના મોત નીપજયાં હતા અને ત્યાર બાદ આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટીમાં રહેતા નિકીરાજસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા (32) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર દરવાજો બંધ કરીને પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન છેલ્લા દોઢ વર્ષથી ડિપ્રેશનની બીમારીમાં હતો અને તેની દવા ચાલી રહી હતી તેવામાં 15 દિવસ પહેલા યુવાનની માતાનું મૃત્યુ થયું હતું જેથી યુવાન વધુ ડિપ્રેશનમાં આવી જતા તેણે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા તાલુકાના છતર ગામે રહેતા અરવિંદભાઈ રણછોડભાઈ લીંબાસીયા (45)એ મહેશભાઈ લીંબાસીયાના રહેણાંક મકાનમાં એક ઢાળિયામાં લાકડાની આડસમાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી અરવિંદભાઈ લીંબાસીયાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ સ્થાનિક પોલીસે હાથ ધરી છે.
