મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના ત્રણ બનાવ: પરણીતા, આધેડ અને વૃદ્ધનું મોત મોરબીના બાયપાસ રોડ ઉપર રહેણાંક મકાનમાંથી દારૂની 72 બોટલ ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના લાલપર ગામે હોટલે સમાધાન કરવા આવેલા ચાર શખ્સોએ હોટલના માલિક સહિત બે વ્યક્તિઓને પાઇપ વડે મારમાર્યો મોરબીના ગાળા અને બહાદુરગઢ ગામના પાટીયા પાસે જુદા જુદા વાહનોમાંથી કુલ મળીને 970 લીટર ડીઝલની ચોરી મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ: એ ડિવિઝનમાં ગુનો નોંધાયો ટંકારાના સજનપર ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રજૂ કર્યો અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ, વાલીઓએ સહિતના ગ્રામજનો મંત્રમુગ્ધ મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા
Breaking news
Morbi Today

વાંકાનેર-ટંકારા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા


SHARE











વાંકાનેર-ટંકારા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં વાંકાનેર અને ટંકારા નગરપાલિકા દ્વારા શાળાઓમાં સ્વચ્છતા ડ્રાઇવ મેરેથોન સાયક્લોથોન સહિતના સંયોજનો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ થકી બાળકોએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન કરવામાં આવી રહેલા વિવિધ આયોજનોના ભાગરૂપે વાંકાનેર નગરપાલિકા દ્વારા એચ.એન. દોશી આર્ટસ એન્ડ આર.એન. દોશી કોમર્સ કોલેજ તથા એનએસએસના વિદ્યાર્થીઓ સાથે દોશી કોલેજ ખાતે ખાસ સ્વચ્છતા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ટંકારા નગરપાલિકા દ્વારા મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે સ્વચ્છતાના સંદેશ સાથે ખાસ મેરેથોન અને સાયક્લોથન યોજવામાં આવી હતી. બાળકો આ આયોજનમાં ઉત્સાહભેર જોડાયા હતા અને લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.






Latest News