મોરબીના રફાળેશ્વર પાસે ટ્રક કન્ટેનરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં
મોરબીની “માં ગરબી”માં સ્ટેજ ઉપરથી કયારે કોઈ હિન્દી ફિલ્મના ગીત નહીં માત્ર માતાજીનાં ગરબા ગવાઈ અને બહેનો ગરબે રમે: જયરાજસિંહ જાડેજા
SHARE
મોરબીની “માં ગરબી”માં સ્ટેજ ઉપરથી કયારે કોઈ હિન્દી ફિલ્મના ગીત નહીં માત્ર માતાજીનાં ગરબા ગવાઈ અને બહેનો ગરબે રમે: જયરાજસિંહ જાડેજા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશિપની સામેના ભાગમાં “માં ગરબી”નું આયોજન કરવામાં આવે છે ત્યાં શહેરના દરેક વિસ્તારમાંથી દરેક સમાજના બહેનો ગરબે રમવા માટે થઈને આવતા હોય છે અને ખાસ કરીને નવરાત્રી દરમિયાન ખાનગી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જવું હોય તો મોટી ફી ચૂકવવી પડતી હોય છે પરંતુ અહીંયા વિનામૂલ્ય બહેનો ફ્રી સ્ટાઈલ રાસ રમી શકે છે અને સૌથી મોટી વાતએ છે કે અહી કોઈ હિન્દી ફિલ્મના ગીત સ્ટેજ ઉપરથી કયારે પણ ગાવામાં આવતા નથી અને માત્ર માતાજીનાં ગરબા ગાઈને બહેનોને ગરબે રમાડવામાં આવે છે. અને માતાજીની આરાધના કરવામાં આવેલ છે.
વર્તમાન સમયમાં નવરાત્રી દરમિયાન ખાનગી પાર્ટી પ્લોટમાં દાંડિયા રાસનો ક્રેઝ વધતો જાય છે ત્યારે મોરબી શહેરના સમાકાંઠા વિસ્તારમાં છેલ્લા 27 વર્ષથી મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તથા તેના મોટાભાઈ મહાવીરસિંહ જાડેજા અને અજયસિંહ જાડેજા તેમજ તેઓની ટીમ દ્વારા “મા ગરબી” નું આયોજન કરવામાં આવે છે અને ત્યાં ન માત્ર સોસાયટીના બહેનો પરંતુ મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી બહેનો રાસ ગરબા રમવા માટે થઈને આવતા હોય છે અને અહી બહેન દીકરીઓ પોતાને મનગમતા ફ્રી સ્ટાઈલ ગરબા પણ રમતી હોય છે
“માં ગરબી”માં દરરોજ ગરબા રમવા માટે થઈને આવતા બહેનોના કહેવા મુજબ અર્વાચીન રાસોત્સવના જે આયોજન મોરબી સહિત ગુજરાતમાં થતા હોય છે ત્યાં ગરબામાં જવા માટે મસ મોટી ફી ના પાસ લેવા પડે છે જોકે, માં ગરબીનું આયોજન કરનાર સમગ્ર ટીમ દ્વારા બહેનોની સલામતીને પ્રાધાન્ય આપવામાં આવે છે અને કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર બહેનો અહીંયા અર્વાચીન રાસ, ફ્રી સ્ટાઈલ ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે જેથી નવ દિવસ સુધી નવરાત્રીમાં બહેનો અહીં ગરબા રમવા માટે આવે છે અને આખા શહેરમાંથી ગરબી જોવા માટે અહી લોકો આવે છે.
મોરબીમાં “માં ગરબી”નું આયોજન કરતાં જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા 27 વર્ષથી તેઓની ટીમ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે અહીં કોઈપણ પ્રકારની જ્ઞાતિ જાતિના વાળા નથી દરેક જ્ઞાતિના બહેનો અહીંયા ગરબે રમવા માટે આવી શકે છે તેમની પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને ખાસ કરીને અહીંયા સ્ટેજ ઉપરથી કયારે પણ કોઈ હિન્દી ફિલ્મના ગીત ગાવામાં આવતા નથી અને અંતમાં તેઓએ કહ્યું હતું કે માં ભગવતીએ 365 દિવસ કમાવા માટે આપ્યા છે ત્યારે નવરાત્રીને કમાણીનું માધ્યમ ન બનાવતા નવ દિવસ દરેક સમાજની બહેનો દીકરીઓ ફ્રી સ્ટાઈલ ગરબા રમી શકે તે માટે મા ગરબીનું આયોજન કરવામાં આવે છે.









