ખાડાએ જીવ લીધો !: માળીયા (મી) નજીક રસ્તમાં આવેલ ખાડાના લીધે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ આધેડનું મોત
મોરબીના રફાળેશ્વર પાસે ટ્રક કન્ટેનરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં
SHARE
મોરબીના રફાળેશ્વર પાસે ટ્રક કન્ટેનરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક કન્ટેનરના ચાલાકે તેના બાઈકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં યુવાનને મોઢા, હાથ અને શરીરે ઇજા થઈ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામે બાબા આંબેડકર હોલની સામે મફતીયાપરામાં રહેતા મનોજ ઉર્ફે બાબો ગીરધનભાઈ વાઘેલા (20) નામના યુવાને ટ્રક કન્ટેનર નંબર જીજે 39 ટીએ 1149 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર ખોડીયાર માતાજીના મંદિરથી આગળના ભાગમાં રફાળેશ્વર નજીકથી ફરિયાદી બાઇક નંબર જીજે 36 એન 8485 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં ફરિયાદીને મોઢા, જમણા હાથ અને શરીરે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વીંછી કરડી જતાં સારવારમાં
મોરબીના કાલિકાનગરમાં રહેતા હંસાબેન ચંદ્રેશભાઈ (26) નામની મહિલાને વીંછી કરડી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ
મોરબીના મકાનસર અને પ્રેમજીનગર ગામ વચ્ચે બાઈક સ્લીપ થયું હતું જે બનાવમાં રાકેશ મુકેશભાઈ પરમાર (21) રહે. ઓશો સેનેટરી સરતાનપર રોડ મોરબી તથા નકુમ મગન નાગજીભાઈ (22) રહે. મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલા બંને યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.









