મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ તલવાર રાસ રજૂ કર્યો
મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં ત્રીજા માળેથી નીચે પડતાં ઇજા પામેલ દોઢ વર્ષનું બાળક સારવારમાં
SHARE
મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં ત્રીજા માળેથી નીચે પડતાં ઇજા પામેલ દોઢ વર્ષનું બાળક સારવારમાં
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા પરિવારનો દોઢ વર્ષનું બાળક ત્રીજા માળ ઉપરથી નીચે પટકાતા તેને શરીરે ઇજા થઈ હતી જેથી તે બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ ઇરોઝ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા શાહબુદ્દીનભાઈ અન્સારીનો દોઢ વર્ષનો દીકરો સરફરાજ કોઈ કારણોસર ત્રીજા માળેથી નીચે પટકાતા તે બાળકને શરીરરે ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલા બાળકને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
ઝેરી જનાવર કરડી ગયું
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સમર્પણ પેકેજીંગના કવાર્ટરમાં રહેતા રોહિત આહીરવાલ (26) નામના યુવાનને કારખાનાના ગેટ પાસે કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
યુવાન સારવારમાં
મોરબીના પાનેલી રોડ ઉપર આવેલ સીરામીક કારખાના પાસે અમીનખાન અસલમખાન (18) નામનો યુવાન કોઈ કારણોસર પેટ્રોલ પંપ પાસે પડી ગયો હતો જેથી તેને ઈજા થતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
ત્રણ વ્યક્તિ સારવારમાં
હળવદના ઉમિયાનગરમાં રહેતા દિનેશભાઈ નાનજીભાઈ પટેલ (40), રસીલાબેન દિનેશભાઈ પટેલ (40) અને તેની દીકરી વિદાબેન દિનેશભાઈ પટેલ (6) ત્રણેય બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો આ બનાવમાં ઇજા પામેલ ત્રણેય વ્યક્તિને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે.









