ટંકારાના ઘુનડા (સ) ગામના તળાવ પાસે યુવતી ફોટો ક્લિક કરવા ગઈ ત્યાં એક્ટિવાની ઉઠાંતરી !
SHARE
ટંકારાના ઘુનડા (સ) ગામના તળાવ પાસે યુવતી ફોટો ક્લિક કરવા ગઈ ત્યાં એક્ટિવાની ઉઠાંતરી !
ટંકારાના ઘુનડા ગામે રહેતી મહિલાની દીકરી એક્ટિવા લઈને બહેન બનેવી સાથે ગામના તળાવ પાસે ફોટો પાડવા માટે ગઈ હતી ત્યારે એકટીવાને હેન્ડલ લોક કર્યું ન હતું દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા એક્ટિવાની ચોરી કરવામાં આવેલ છે જેથી 45,000 રૂપિયાની કિંમતના વાહનની ચોરી થઈ હોવાની મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ઉમિયાનગરમાં રહેતા પન્નાબેન જયંતીભાઈ કાવર (45)એ અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું હતું કે ગત તા. 29/8/25 ના રોજ તેની દીકરી તન્વી તથા તેની મોટી દીકરી કેયા અને જમાઈ સુનિલભાઈ બે અલગ અલગ વાહનમાં ઘુનડા (સ) ગામના તળાવ પાસે ફોટો પાડવા માટે થઈને ગયા હતા ત્યારે તન્વીએ તેના એકટીવા નંબર જીજે 36 એએમ 8549 ને પાર્ક કરીને મૂક્યું હતું જો કે, એક્ટિવાને હેન્ડલ લોક કર્યો ન હતો જેથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તે એક્ટિવાની ચોરી કરવામાં આવેલ છે જેથી 45,000 રૂપિયાની કિંમતના વાહનની ચોરી થઈ હોવાની મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે