મોરબીના નીચી માંડલ ગામ પાસે બે ટ્રક વચ્ચે દબાઈ જતા યુવાનનું મોત
SHARE
મોરબીના નીચી માંડલ ગામ પાસે બે ટ્રક વચ્ચે દબાઈ જતા યુવાનનું મોત
મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો અને તે ટ્રક સવારે ચાલુ કરતા સમયે અચાનક ભાગવા લાગતા અને તેને રોકવા જતા બે ટ્રકની વચ્ચે દબાઈ જવાથી રાજસ્થાની યુવાનનું મોત નીપજયુ હોવાનું સામે આવ્યુ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામની પાસે ભૈરવનાથ હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો અને આજે તા.૨૬-૯ ના સવારે સાતેક વાગ્યે તે ટ્રક મરણ જનાર પ્રહલાદભાઈ છેતમલ ગુર્જર (ઉંમર ૩૨) નામનો યુવાન ઉઠીને પોતાનો ટ્રક ચાલુ કરવા ગયો હતો ત્યારે અચાનક ટ્રક ભાગવા લાગતા ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારે ટ્રક અન્ય ટ્રક સાથે અથડાતા અને આ બે ટ્રકોની વચ્ચે દબાઈ જવાથી પ્રહલાદભાઈ છેતમલ ગુર્જર (૩૨) નામના યુવાનનું મોત થયું હોય તેના ડેડબોડીને હાલ અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યુ હતુ.જેથી હોસ્પિટલ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરીયા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડીથી રાજપર ગામ જતા સમયે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા રમાબેન રતિભાઈ મારૂ (૧૭) રહે. રાજપર તા.મોરબીને ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે નજરબાગ પાસેની જવાહર સોસાયટી ખાતે રહેતા વિવેકભાઈ જીવરાજભાઈ પસાડિયા નામના ૧૮ વર્ષના યુવાનને સાંજે છએક વાગ્યે તેના ઘર નજીક છરી લાગતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.