મોરબીના નીચી માંડલ ગામ પાસે બે ટ્રક વચ્ચે દબાઈ જતા યુવાનનું મોત
મોરબીમાં હિમતપુરા માતાજીનાં મંદિરે પગપાળા ચાલીને દર્શન કરવા જતાં બે સગાભાઈને ટ્રક ચાલકે હડફેટે લેતા એકનું મોત
SHARE
મોરબીમાં હિમતપુરા માતાજીનાં મંદિરે પગપાળા ચાલીને દર્શન કરવા જતાં બે સગાભાઈને ટ્રક ચાલકે હડફેટે લેતા એકનું મોત
મોરબીમાં રહેતો યુવાન અને તેના મોટાભાઇ માતાજીનાં મંદિરે તેઓના વતનમાં દર્શન કરવા માટે પગપાળા ચાલીને જતાં હતા ત્યારે હળવદના સુખપર ગામ નજીક રામદેવ હોટલથી આગળના ભાગમાં ધાંગધ્રા હાઈવે રોડ ઉપર ટ્રક ચાલકે તે બંને ભાઈઓને હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં યુવાનને જમણા હાથ અને પગમાં ફ્રેકચર થયું હતું અને માથામાં ઇજા થતાં ટાંકા આવ્યા હતા જોકે, તેના મોટાભાઈને માથામાં ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું. આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના હિંમતપુરાના રહેવાસી અને હાલમાં મોરબીમાં કુબેર સિનેમા પાછળ શોભેશ્વર રોડ ઉપર રહેતા ઘનશ્યામભાઈ પોપટભાઈ વિરમગામ (47)એ ટ્રક નંબર જીજે 12 બીવી 5134 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદી અને તેના મોટાભાઇ મોરબીથી તેઓના વતનમાં માતાજીનાં મંદિરે દર્શન કરવા માટે પગપાળા ચાલીને જતાં હતા ત્યારે હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ સુખપર ગામ પાસે રામદેવ હોટલથી આગળના ભાગમાં ફરિયાદી તથા તેના મોટાભાઈ રાણાભાઇ પોપટભાઈ વિરમગામ (55)ને ટ્રક ચાલકે પાછળથી હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીને જમણા હાથ અને જમણા પગમાં ફ્રેકચર થયેલ છે તેમજ ગાલ અને શરીરે ઇજા થઈ છે અને માથામાં ગંભીર ઇજા થવાથી ટાંકા આવ્યા હતા જો કે, આ બનાવમાં ફરિયાદીના મોટાભાઈ રાણાભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને ટ્રક ચાલક અકસ્માત સર્જીને પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે