વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત નહીં પરંતુ ભારતનું ગૌરવ: વિકાસ કામોના લોકાર્પણ-ખાતમહુર્ત પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાંથી દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા, 2.40 લાખનો મુદામાલ કબ્જે: મોરબીમાં 4 બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE











માળીયા (મી) તાલુકામાંથી દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા, 2.40 લાખનો મુદામાલ કબ્જે: મોરબીમાં 4 બોટલ દારૂ સાથે એક પકડાયો

માળીયા (મી)ના વાધરવા ગામ નજીકથી કાર પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસે ચેક કરતાં તેમાંથી 200 લિટર દારૂ મળી આવેલ હતો જેથી 2.40 લાખના મુદામાલ સાથે બે આરોપીને પકડવામાં આવ્યા હતા જયારે મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો હતો અને વાંકાનેરમાં જુગાર રમતા બે શખ્સ મળી આવ્યા હતા.

માળીયા (મી)ના વાધરવા ગામના પાટીયાથી ભીમસર બ્રિજ તરફ જવાના હાઇવે રોડ ઉપરથી સ્વિફ્ટ કાર પસાર થઈ હતી જે કાર નંબર જીજે 3 એફકે 7529 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી 200 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 40,000 ની કિંમતનો દારૂ તથા 2 લાખ રૂપિયાની કિંમતની ગાડી એમ કુલ મળીને 2,40,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં આરોપી વિજયભાઈ પ્રભુભાઈ રૂદાસિયા (30) રહે. ધરમપુર તાલુકો મોરબી તથા રાહુલભાઈ હરેશભાઈ હમીરપરા (25) રહે. ધરમપુર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન માલ મોકલાવનાર તરીકે નવઘણ ઉર્ફે ટકી દેગામા રહે. ચીખલી તાલુકો માળીયા મીયાણા વાળાનું નામ સામે આવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને નવઘણને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીમાં સોરડી પાસે પરશુરામ પોટલીના ગ્રાઉન્ડમાંથી એક્ટિવા નંબર જીજે 36 એએસ 4487 લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની 4 બોટલ મળી આવતા 400 રૂપિયાની કિંમતનો દારૂ તથા 40,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને ચાર 40,400 ની કિંમતના મુદ્દામાલ સાથે દેવજીભાઈ કરસનભાઈ પરમાર (25) રહે. ઉમિયાનગર સીરામીક સીટી પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.






Latest News