વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત નહીં પરંતુ ભારતનું ગૌરવ: વિકાસ કામોના લોકાર્પણ-ખાતમહુર્ત પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી
Breaking news
Morbi Today

મોરબી માર્કેટ યાર્ડના સ્ટાફે વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો


SHARE











મોરબી માર્કેટ યાર્ડના સ્ટાફે વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો

સહકાર થી સમૃધ્ધિસંકલ્પનાને વૈશ્વિક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર (UNO) દ્વારા વર્ષ-૨૦૨૫ ને આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષતરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે માર્કેટિંગ યાર્ડ ક્ષેત્રે થયેલ વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટ કાર્ડ લખી આભાર પ્રદર્શન કરવા કાર્યક્રમ યોજાયો હતો.

વડાપ્રધાનના નેતૃત્વમાં ખેડૂતોને તેની ઉપજનો ખરો તોલ થાય, તેને ઉત્પન્ન કરેલ ખેત પેદાશોનો પુરતો ભાવ મળી રહે, તેવા ઉદ્દેશથી દેશના માર્કેટીંગ યાર્ડોમાં પાયાની સગવડો ઉભી કરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી સરકાર તરફથી APMC ના આધુનીકરણ માટે અલગ અલગ યોજનાઓ હેઠળ સહાય આપી માર્કેટીંગ યાર્ડોને સુદૃઢ બનાવવામાં આવ્યા છે. APMC ના વિકાસ માટે વરહઃ કિસાન કલ્પવૃક્ષ યોજના : બજાર સમિતિઓમાં આધુનિકરણ તેમજ પાયાની સગવડો ઉભી કરવા સહાય આપવાની યોજના હેઠળ માળખાકીય સુવિધા જેવી કે, ખેડૂતો માટેના શેડ, ઓકશન શેડ, ખેડૂતો માટેની કેન્ટીન, ખેડૂત સહાય કેન્દ્ર, વેચાણ કમ પ્રદર્શન સેન્ટર, અનાજ, કઠોડ તથા મસાલા સાફ કરવાના ક્લીનીંગ વોશીંગ, ગ્રેડીંગ, પેકેજીંગના યુનિટ, રાઇપનીંગ ચેમ્બર, એમ્બ્યુલન્સ વાન વિગેરે જેવી વિવિધ આરોગ્યલક્ષી સવલતો, રેસ્ટ હાઉસ, કોમ્પ્યુટરાઇઝેશન, એસેઇંગ લેબોરેટરી વગેરે સુવિધાઓ ઉભી કરવા માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. જેના કારણે APMC માં માળખાકીય સુવિધા ઉભી થવાથી ખેતપેદાશો વેચવા માટે આવનાર ખેડૂતોને તેનો સીધો લાભ મળે છે. જે માટે મોરબી સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર, ડો. બી.એન.પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે યાર્ડના કર્મચારીઓ, વેપારીઓ અને ખેડૂતો દ્વારા દેશના વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખી આભાર વ્યક્ત કર્યો છે.






Latest News