મોરબી માર્કેટ યાર્ડના સ્ટાફે વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો
તેરા તુજકો અર્પણ: મોરબી બી ડીવીઝન પોલીસે અરજદારોને 17 મોબાઈલ શોધીને પરત કર્યા
SHARE
તેરા તુજકો અર્પણ: મોરબી બી ડીવીઝન પોલીસે અરજદારોને 17 મોબાઈલ શોધીને પરત કર્યા
ગુજરાત પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કેર પોર્ટલનો ઉપયોગ કરીને લોકોના ખોવાયેલ કિંમતી મુદામાલ શોધીને તેના મૂળ મલીકને પાછો આપવામાં આવે છે તેવામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસે જુદાજુદા અરજદારોના 17 જેટલા ખોવાયેલા મોબાઈલ શોધી કાઢીને તેના મૂળ મલીકને પાછા આપેલ છે. ઉલેખનીય છે કે, પોલીસ દ્વારા અરજદારોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા માટે CEIR પોર્ટલનો ઉપયોગ કરી એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કર્યું હતું અને 17 જેટલા મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા હતા અને તે મોબાઇલના મૂળ માલિકોને બી ડીવીઝન ખાતે બોલાવીને તેના અલગ અલગ કંપનીના કુલ મળીને 17 મોબાઈલ જેની કુલ કિંમત 3.04 લાખ થાય છે તે અરજદારોને પરત આપવામાં આવેલ છે.