ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં લોકોએ આપ્યો 19.51 લાખનો ફાળો
મોરબીની ફેક્ટરીમાં લાગેલ આગનો ૧૨.૬૨ લાખનો નુકશાની વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
SHARE







મોરબીની ફેક્ટરીમાં લાગેલ આગનો ૧૨.૬૨ લાખનો નુકશાની વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
મોરબીમાં બાલાની ટેકનો પેક લી. ફેકટરીમાં આગ લાગતા તેનો વીમો એસ.બી.આઇ જનરલ ઇન્સ્યુ. નો વીમો હતો જો કે, વીમા કંપનીએ રેપ્યુડ લેટરથી વિધુતના દબાણને કારણે આગ લાગી હોવાનુ કહી વીમો ના મંજુર કર્યો હતો જેથી તેઓએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો અને કોર્ટે ૧૨,૬૨,૮૧૩ રૂપિયા તા.૨૦/૦૬/૨૦૨૪ થી ૬ ટકાના વ્યાજ અને અન્ય ખર્ચના ૫૦૦૦ સાથે ચુકવવા વીમા કંપનીને ચૂકવવા માટે હુકમ કરેલ છે.
આ કેઇસની હકીકત એવી છે કે, બાલાજી ટકનોપેક લી. ના ભાગીદાર મીત આનંદભાઈ દેત્રોજા તેમા ભાગીદાર તેની ફેકટરી માં તા.૪/૦૧/૨૦૨૪ માં આગ લાગતા ભારે નુકશાન થયું હતું અને તેઓએ વીમો એસ.બી.આઇ. જનરલ ઇન્સ્યુ. નો લીધેલ હતો. અને સમયસર તમામ કાગળો વીમા કંપનીને મોકલી આપેલ હતા તો પણ વીમા કંપનીએ કહેલ કે વધારે પડતુ વિધુત દબાણને કારણે આગ લાગી છે તેમ કહી રેપ્યુડ લેટરથી કલેઈમ ના મંજુર કરેલ જેથી મીતભાઈ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરેલ કોર્ટ વીમા કંપનીનો નિર્ણય ભુલ ભરેલો છે અને તેની સેવામાં ખામી હોઈ બાલાજી ટેકનો પેક ને ૧૨,૬૨,૮૧૩ પુરા તા.૨૦/૦૬/૨૦૨૪ થી ૬ ટકાના વ્યાજ થી ચુકવવાનો હુકમ કરેલ છે સાથે અન્ય ખર્ચના ૫૦૦૦ મંજુર કરેલ છે અને જો સમય મર્યાદામાં રકમ ન ચુકવે તો ૯ ટકા લેખે ચુકવવાની રહેશે તેવો આદેશ કરેલ છે.
