વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત નહીં પરંતુ ભારતનું ગૌરવ: વિકાસ કામોના લોકાર્પણ-ખાતમહુર્ત પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપર યુવાનનું મોત


SHARE











મોરબીના લખધીરપુર રોડ ઉપર યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર વૈભવ હોટલ પાસે આઇસર મેટાડોરમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી અને મૂળ આણંદના ગ્રામ્ય વિસ્તારના યુવાનનું મોત થયુ હોવાનું સામે આવ્યું હતું.બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે લખધીરપુર રોડ ઉપર વૈભવ હોટલની પાસેથી આઇસરમાંથી ડેડબોડી મળી આવી હતી અને તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે મૃતકનું નામ રાજુભાઈ કરમણભાઈ ઠાકોર (૪૫) રહે. બુધેજ ગામ તા.તારાપુર જી.આણંદ નું મોરબી ખાતે મોત થયુ હતું.જેથી તેમના મૃતદેહને તેના મોટા ભાઈ રમણભાઈ કરમણભાઈ ઠાકોર (૬૩) રહે.બુધેજ તારાપુર આણંદએ ઓળખી બતાવ્યો હતો.જેથી બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડીયાએ આ બાબતે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેતપર ગામના બનાવમાં પોલીસ કાર્યવાહી

મોરબી તાલુકાના જેતપર ગામે ઘરમાં તોડફોડ અને લૂંટનો બનાવ બન્યો હતો.જે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એચ.એસ.તિવારી દ્વારા ગુનામાં સંડોવાયેલ પિયુષ ચમનભાઈ સચાણીયા (૩૨) રહે.હળવદ તથા તુષાર ગોરધનભાઈ પરમાર (૨૩) રહે.હળવદને પકડીને જેલ હવાલે કરાયા હતા જયારે મુખ્ય આરોપી પંકજ ગોઠી રહે. હળવદને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબી કોટક બેંક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા થતાં યાગ્નિક મનહરભાઈ કણસાગરા (૨૭) રહે.રાજનગર નાની કેનાલ પાસેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસે જણાવેલ છે અને તે બાબતે આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી.જ્યારે મોરબીના આલાપ રોડ પટેલનગર ખાતે રહેતા મણીબેન પ્રેમજીભાઈ ઠોરીયા નામના ૮૫ વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં કૂતરું આડું ઉતરતા વાહન સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત થતા સારવાર માટે લઈ જવાયા હતા.

બાળકી સારવારમાં

મોરબીના શનાળા ગામ પાસે શ્રીજી એસ્ટેટ ખાતે આવેલ બ્લુ સ્ટાર પોલીમર ખાતે રહી મજૂરી કામ કરતા પરિવારના પરીવારની નેવ્યાંસી નરેશભાઈ નલવાયા નામની અઢી વર્ષની બાળકી ગરમ પાણીના ટબમાં દાઝી જતા સારવાર માટે લઈ જવામાં આવી હતી. જ્યારે અલાપ રોડ ઉપર બાઈકમાંથી પડી જતા સિરાજ રફિકમહંમદ (૩૨) ને સારવાર માટે લઈ જવાયો હતો.તેમજ હળવદના રાયધ્રા ગામે રહેતા પરિવારનો હાર્દિક પ્રકાશભાઈ પરાસડિયા નામના સાત વર્ષનો બાળક સાયકલમાંથી પડી જતા સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.

લજાઈ અકસ્માત

મોરબી-રાજકોટ હાઇવે લજાઈ ચોકડી પાસે બે બાઈક સામસામા અથડાયા હતા.જેમાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી.જેમાં રાજકોટના ગીરીશભાઈ વાલજીભાઈ સોલંકી (૫૨) તથા સામેના બાઇકમાં રહેલ અશ્વિનભાઈ કેશુભાઈ રાણવા (૩૯) અને કેશુભાઈ માલાભાઈ રાણવા (૬૦) રહે.બંને નાના રામપર ટંકારાને ઇજા થતા ત્રણેયને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અત્રે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી તેમ પોલીસે જણાવેલ છે.






Latest News