મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ
Breaking news
Morbi Today

મોરબી: પ્રેમિકા સાથે લગ્ન ન થતાં પરણિત યુવાને ન કરવાનું કરી નાખ્યું


SHARE







મોરબી: પ્રેમિકા સાથે લગ્ન ન થતાં પરણિત યુવાને ન કરવાનું કરી નાખ્યું

મોરબી તાલુકાના ભડીયાદ નજીક આવેલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનના લગ્ન થઈ ગયા હતા જો કે, પ્રેમિકા સાથે તેના લગ્ન થયા ન હતા જેથી કરીને તેને લાગી આવતા આ યુવાને પોતે પોતાની જાતે રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ભડિયાદ નજીક આવેલ પેન્ઝોન શિરા નામના કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરની અંદર રહેતા પાલસિંગ બ્રિજરાજસિંહ (32) નામના યુવાને પોતે પોતાના રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા. અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ કરી રહેલ ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, મૃતક યુવાનના 6 મહિના પહેલા લગ્ન થયા હતા અને તેની પત્ની વતનમાં રહે છે જોકે, મૃતક યુવાનના લગ્ન તેની પ્રેમિકા સાથે થયા ન હતા જેથી તેને લાગી આવતા તે યુવાને લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે.

બાઇક સ્લીપ

મોરબીના કોયલી ગામે રહેતો રોહિતભાઈ વેલજીભાઈ પંચાસરા (19) નામનો યુવાન પીઠળ અને પડાણા ગામ વચ્ચેથી બાઇકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જ્યારે હળવદના ખારીવાડી વિસ્તારમાં રહેતા લીલાબેન મહાદેવભાઇ દલવાડી (55) નામના મહિલા બાઇકમાં બેસીને જૂના ઘનાળા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાને કારણે અકસ્માત થયો હતો જેમાં મહિલાને ઈજા થતાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી છે




Latest News