મોરબી: પ્રેમિકા સાથે લગ્ન ન થતાં પરણિત યુવાને ન કરવાનું કરી નાખ્યું
મોરબીમાં ઘરેથી સેવાસદન તરફ જઇ રહેલ નર્મદા વિભાગના ઇજનેરને અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં મોત
SHARE







મોરબીમાં ઘરેથી સેવાસદન તરફ જઇ રહેલ નર્મદા વિભાગના ઇજનેરને અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં મોત
મોરબીના સનાળા રોડ પર આવેલ યદુનંદન સોસાયટીમાં રહેતો અને નર્મદા વિભાગમાં ફરજ બજાવતો ઇજનેર યુવાન બાઈક લઈને પોતાના ઘરેથી સેવાસદન તરફ જઈ રહ્યો હતો ત્યારે પાડાપુલ ઉપર તેની બાઇક બીજા બાઈક સાથે અથડાયું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ખાનગી હોસ્પિટલ સારવાર ચાલી રહી હતી દરમ્યાન કોઈ કારણોસર તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી હાલમાં વીસેરા લઈને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં છાત્રાલય રોડ ચંદ્રેશનગર પાસે આવેલ યદુનંદન સોસાયટીમાં રહેતો અને નર્મદા વિભાગમાં આસી. ઇજનેર તરીકે ફરજ બજાવતો રાહુલ મનસુખભાઈ પરમાર (29) નામનો યુવાન ઘરેથી સેવાસદને જતો હતો ત્યારે પાડાપુલ ઉપર તેના બાઇકનું હેન્ડલ બીજા બાજુમાંથી પસાર થઈ રહેલા બાઇક સાથે અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને હાથમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં સારવાર ચાલી રહી હતી તેવામાં કોઈ કારણોસર તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને વીસેરા લઈને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટેની તજવીજ શરૂ કરી છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.
યુવાનને માર માર્યો
મોરબીમાં સોઓરડી નજીક ફાટક પાસે વિશ્વાસ કાનજીભાઈ પાટડીયા (30) નામના યુવાનને ત્રણ લોકો દ્વારા ઢીકાપાટુનો માર મારવામાં આવતા ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીના શોભેશ્વર રોડ ઉપર રહેતો સુનિલ કાંતિભાઈ પાડલીયા (26) નામનો યુવાન પગપાળા ચાલીને જઈ રહ્યો હતો દરમિયાન મેલડી માતાના મંદિર નજીક કોઈ અજાણ્યા બાઈક વાળાએ તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
મહિલા સારવારમાં
મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા જમનાબેન વિનોદભાઈ (46) નામના મહિલા તેના દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને ચાર ગોડાઉન પાસેથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન બાઇક સ્લીપ થયું હતું અને તે બનાવમાં મહિલાને હાથ અને ખંભાના ભાગ ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
