મોરબીમાં ઘરેથી સેવાસદન તરફ જઇ રહેલ નર્મદા વિભાગના ઇજનેરને અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં મોત
ત્રિપલ અકસ્માત: મોરબીની ત્રાજપર ચોકડી ટ્રાફિક હોય યુવાને સ્કૂટર ઊભું રાખતા પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારી તો સ્કૂટર આગળ ઉભેલ ટ્રકમાં ઘૂસી ગયું !
SHARE







ત્રિપલ અકસ્માત: મોરબીની ત્રાજપર ચોકડી ટ્રાફિક હોય યુવાને સ્કૂટર ઊભું રાખતા પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારી તો સ્કૂટર આગળ ઉભેલ ટ્રકમાં ઘૂસી ગયું !
મોરબીની ત્રાજપર ચોકડી પાસે યુવાન પોતાનું સ્કૂટર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર ટ્રાફિક હોવાના કારણે યુવાને પોતાનું સ્કૂટર ઉભું રાખ્યું હતું દરમિયાન પાછળથી આવી રહેલ ટ્રક ચાલકે તેના સ્કૂટરને ઠોકર મારતા સ્કૂટર આગળની ભાગે ઉભેલા ટ્રકની પાછળ ઘૂસી ગયું હતું જેથી સ્કૂટરમાં આગળ અને પાછળના ભાગે નુકસાન થયું હોય ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ વૃંદાવન પાર્ક કેસરકુંજ એપાર્ટમેન્ટ બ્લોક નંબર સી 603 માં રહેતા મેહુલભાઈ અનંતરાય પિત્રોડા (42)એ હાલમાં ટ્રક નંબર જીજે 12 બીએક્સ 8883 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં આવેલ ત્રાજપર ચોકડી પાસેથી પોતે પોતાનું સ્કૂટર નંબર જીજે 3એચજે 3138 લઈને પસાર થઈ રહયો હતો ત્યારે રસ્તા ઉપર ટ્રાફિક હોવાના કારણે ફરિયાદી પોતાનું સ્કૂટર ઉભું રાખ્યું હતું દરમિયાન પાછળથી આવી રહેલ આરોપીએ પોતાનો ટ્રક ફરિયાદીના સ્કૂટરની પાછળના ભાગમાં અથડાવ્યો હતો જેથી સ્કૂટર આગળના ભાગે ઉભેલ ટ્રકની પાછળ ઘૂસી ગયું હતું આમ સ્કૂટરમાં આગળ તથા પાછળના ભાગે નુકસાન થયું છે અને અંદાજે 20,000 નું નુકસાન થયું હોવાથી ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક રણછોડભાઈ હમીરભાઇ નિરાસિત રહે. નવાગામ તાલુકો ભચાઉ વાળાને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
જુદાજુદા બનાવમાં ઇજા પામેલ લોકો સારવારમાં
મોરબીમાં આવેલ મિલન પાર્કમાં રહેતો પાર્થ બુટાભાઈ વારેવડીયા (18) નામનો યુવાન લાતી પ્લોટ રોડ શેરી નં-6 પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે તેને ઇજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે ઓમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જ્યારે મોરબીના ઘુટું નજીક રહેતા દક્ષાબેન પ્રવીણભાઈ દલવાડી (38) નામના મહિલા મોરબીના જેલ રોડ ઉપર બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને ઈજા થતાં ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે તો મોરબીમાં આવેલ પ્રજાપત સોસાયટીમાં રહેતા જમનાબેન ગોવિંદભાઈ મજેઠીયા (85) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને વાઘપરાના નાલા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર વાહનમાંથી પડી જવાના કારણે વૃદ્ધાને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
