મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીના લુણસર ગામે યોજાયેલ કેમ્પનો ૩૨૩ દર્દીઓને સારવારનો લાભ લીધો, ૨૫ લોકોએ કર્યું રક્તદાન


SHARE































મોરબીના લુણસર ગામે યોજાયેલ કેમ્પનો ૩૨૩ દર્દીઓને સારવારનો લાભ લીધો, ૨૫ લોકોએ કર્યું રક્તદાન

મોરબી જીલ્લામાં "સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન" નામનું આરોગ્ય અભિયાન હાથ ધરવામાંમાં આવેલ છે. આ અભિયાનના ભાગરૂપે લુણસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર મેડીકલ કેમ્પનું આયોજન તથા બ્લડ ડોનેટ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતુ. આ કેમ્પમાં રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ ચેરમેનના પ્રતિનિધી વાઘજીભાઇ ડાંગરોચા, ચતુરભાઈ મકવાણા પ્રમુખ ભાજપ, કીરીટભાઇ વસિયાણી તાલુકા પંચાયત સદસ્ય, ડાયાબાપા સરપંચ અને ગામના રાજકીય આગેવાનો તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી પી.કે.શ્રીવાસ્તવ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આરીફ થતા CHC લુણસરના અધિક્ષક ડોક્ટર મિલન વડાવિયા તથા  PHC પાડધરાના મેડિકલ ઓફિસર કે.એ. માથકિયા અને CHC-PHC નો તમામ સ્ટાફ તેમજ ગામના આગેવાનો  ઉપસ્થિત રહેલ.આ કેમ્પમાં GMERS મેડીકલ કોલેજ મોરબીના નિષ્ણાત મેડીકલ ટીમમાં સ્ત્રીરોગ, ઓર્થોપેડીક, બાળરોગ, દાંતના રોગ ફિઝિશિયન ડોક્ટર, ચામડી ના રોગ અને કાન નાક ગળા ના રોગ ના ડોકટરો દ્વારા સારવાર  આપવામાં આવેલ. આ કેમ્પમાં વિવિધ રોગોના કુલ ૩૨૩ દર્દીઓને સારવાર આપવામાં આવેલ છે અને  બ્લડ ડોનેટ કેમ્પ માં ૨૫ બોટલ બ્લડ દાતાઓ દ્વારા દાન કરવામાં આવેલ છે.












Latest News