મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી દારૂની પાંચ બોટલ સાથે એક પકડાયો: મોરબી-માળિયામાં જુગારની એક-એક રેડ


SHARE



































મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી દારૂની પાંચ બોટલ સાથે એક પકડાયો: મોરબી-માળિયામાં જુગારની એક-એક રેડ

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની પાંચ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 750 ની કિંમતની દારૂની બોટલો સાથે આરોપીની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની પાંચ બોટલ મળી આવી હતી જેથી 750 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી યતિશભાઈ બાબુભાઈ મુછડીયા (24) રહે. રફાળેશ્વર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ચલણી નોટના નંબર આધારે જુગાર

મોરબીના ગાંધીચોકમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હસમુખભાઈ ગોપાલભાઈ હણ (30) રહે. વૃંદાવન પાર્ક સોસાયટી ઘૂટું તથા સલીમભાઈ ઉર્ફે ડેનિસ હાજીભાઈ સુમરા (40) રહે. પંચાસર રોડ મસ્જિદ પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 600 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

વરલી જુગાર

માળીયા મીયાણાની મેઇન બજારમાં પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી હનીફભાઈ જુમાભાઇ સમાણી (45) રહે. પીપળીયા રોડ જુના રેલ્વે સ્ટેશન ફાટક પાસે માળિયા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 250 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.


















Latest News