મોરબીની ત્રાજપર ચોકડી પાસે બસ ચાલેકે બાઈકને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ: મોઢા, નાક અને દાઢીના ભાગે ફેક્ચર જેવી ઇજા મોરબીમાં ભેંસો ચરાવવા બાબતે યુવાન ઉપર ધોકા વડે હુમલો મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના ધ્રુવનગર નજીક યુવાનને રોકીને નજીવી વાતનો ખાર રાખીને કપાળના ભાગે લોખંડનો પાઇપ ફટકાર્યો


SHARE































ટંકારાના ધ્રુવનગર નજીક યુવાનને રોકીને નજીવી વાતનો ખાર રાખીને કપાળના ભાગે લોખંડનો પાઇપ ફટકાર્યો

ટંકારાના હડમતીયા ગામે થોડા દિવસો પહેલા મેળો યોજાયો હતો ત્યારે ત્યાંથી કાર ન જવા દેવા બાબતનો ખાર રાખીને યુવાનને ધ્રુવનગર અને ટંકારાની વચ્ચે રોકીને ગાળો આપવામાં આવી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપીને કપાળના ભાગે લોખંડનો પાઇપ મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એક શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા દિનેશભાઈ ખેંગારભાઈ ગોહેલ (35)એ હાલમાં રવજીભાઈ પોલાભાઈ રાણવા રહે. ધ્રુવનગર તાલુકો ટંકારા વાળાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, આશરે 15 દિવસ પહેલા હડમતીયા ગામ પાસે પાલનપીર મંદિરે મેળામાં આરોપીની કારને જવા દીધી ન હતી જેથી કરીને તેનો ખાર રાખીને ફરિયાદીને ધ્રુવનગર અને ટંકારા વચ્ચે રોકીને કહ્યું હતું કે “મારી ફોરવીલ કાર તે કેમ જવા ન દીધી” એવું કહીને ફરિયાદીને ગાળો આપી હતી અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદીને માથાના ભાગ કપાળ ઉપર લોખંડનો પાઇપ મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ ફરિયાદી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા લીલાબેન મુકેશભાઈ ડાભી (44) રહે. ત્રાજપર મોરબી વાળા ઘરેથી ચાલીને જેનિસ ગારમેન્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા રીક્ષા ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં ઘરે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અનુબેન વિઠ્ઠલભાઈ દહેકિયા (60) અને સીતાબેન વિઠ્ઠલભાઈ દહેકીયા (24) નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

ઇલેક્ટ્રીક શોટ લાગ્યો

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ રોક્સ સીરામીક નામના કારખાનાના કવાર્ટરમાં રહેતા દાદુલાલસીંગ બારેલાલસીંગ (20) નામના યુવાનને રાત્રિના સમય દરમિયાન કારખાનામાં ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.












Latest News