મોરબીના રવાપર ગામે ગીતા ગરબી મંડળમાં દીકરીઓએ પહેલગામ હુમલની ઝાખી સાથે નાટક રજૂ કર્યું
SHARE







મોરબીના રવાપર ગામે ગીતા ગરબી મંડળમાં દીકરીઓએ પહેલગામ હુમલની ઝાખી સાથે નાટક રજૂ કર્યું
મોરબીના રવાપર ગામે સમસ્ત રવાપર ગામ દ્વારા શ્રી ગીતા ગરબી મંડળનું આયોજન કરવામાં આવે છે અને ત્યાર ગઇકાલે વરસતા વરસાદ વચ્ચે ગામની દીકરીઓ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ સાથે પહેલગામ હુમલમાં જે ઘટના બની હતી અને ત્યાર બાદ જે કાર્યવાહી ભારત દેશ દ્વારા કરવામાં આવી હતી તેનું એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, ચાલુ વરસાદ હતો તો પણ આ નાટક જોવા માટે ગામમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને નાટક જોઈને ભારત માતા કી જય અને વંદે માતરમ નારા પણ લગાવવામાં આવેલા હતા.અને ત્યાર બાદ યુવા ગ્રુપ રવાપરના સભ્યો દ્વારા તમામ બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી.
