મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

લોકોને જાગૃત કરવા મહાઅભિયાન: મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ ના સૂત્ર સાથે સહી ઝુંબેશના શ્રી ગણેશ


SHARE













લોકોને જાગૃત કરવા મહાઅભિયાન: મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ ના સૂત્ર સાથે સહી ઝુંબેશના શ્રી ગણેશ

દેશમાં થતાં ચૂંટણીમાં વોટ ચોરી થાય છે તેવો ગંભીર આક્ષેપ કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સમગ્ર દેશની અંદર વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે આંદોલનો થયા હતા અને ત્યારબાદ હવે વોટ ચોર ગદ્દી છોડ ના સૂત્ર સાથે સહી ઝુંબેશ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર શરૂ કરવામાં આવનાર છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તથા માજી ધારાસભ્યની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તા. 3 થી 10 સુધી સમગ્ર મોરબી જિલ્લાની અંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સુધી જઈને વોટ ચોરી બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે અને જે લોકો તેમાં સહમત હશે તેમની સહી લેવામાં આવશે અને ત્યારબાદ તે સહીઓને રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સુધી પહોંચાડવામાં આવશે

મોરબીના સનાળા રોડ પર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, વાંકાનેરના માજી ધારાસભ્ય મહંમદજાવેદ પીરજાદા, મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોટડીયા, રાજુભાઈ આહીર સહિતના કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી અને ત્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાજણાવ્યું હતું કે, વોટ ચોર ગદી છોડ ના સૂત્ર સાથે સમગ્ર ગુજરાતની અંદર લોકોને જાગૃત કરવા માટે થઈને સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે અને તા. 3 થી 10 સુધી મોરબી જિલ્લાના શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસના માજી ધારાસભ્ય, ચૂંટાયેલ માજી સભ્યો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ વિગેરે લોકો પાસે જશે અને તેઓને વોટ ચોરી કઈ રીતે થાય છે તેના વિશેની સમજૂતી આપશે અને ત્યારબાદ તેઓ તેમાં સહમત થાય તો તેઓની સહીઓ એકત્રિત કરવામાં આવશે અને મોરબી જિલ્લામાંથી એકત્રિત થયેલ સહીઓને આગામી દિવસોમાં રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણીઓને સોંપવામાં આવશે.

વધુમાં વાંકાનેરના માજી ધારાસભ્ય મહમદજાવે પીરજાદાએ જણાવ્યું હતું કે જે રીતે દેશની અંદર રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો તેવી જ રીતે ગુજરાત રાજ્યની અંદર નમૂના રૂપે ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની લોકસભા બેઠકમાં આવતી 84 વિધાનસભા બેઠકમાં મતદારોમાંથી રેંડમલી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે 12 ટકા કરતાં વધુ શંકાસ્પદ અથવા તો બોગસ મતદારો હોય તેવું ધ્યાન ઉપર આવ્યું છે અને આ 12 ટકા મત ચૂંટણીના પરિણામ પલટાવવા માટે થઈને ઘણા કહી શકાય તેમ છે. જેથી આ વોટ ચોરીને રોકવા માટે અને લોકોને જાગૃત કરવા માટે હાલમાં કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને જિલ્લાના લોકો દ્વારા વોટ ચોરી બાબતે જે સહીઓ કરવામાં આવશે તેને એકત્રિત કરીને રાષ્ટ્રીય કોંગ્રેસ મારફતે ચૂંટણીપંચ સુધી પહોંચાડવામાં આવશે.




Latest News