મોરબીમાં ચેક રિટર્નના કેશમાં એક વર્ષની સજા, ડબલ રકમનો દંડ: વ્યાજ સાથે રકમ ચૂકવવા કોર્ટનો આદેશ
SHARE







મોરબીમાં ચેક રિટર્નના કેશમાં એક વર્ષની સજા, ડબલ રકમનો દંડ: વ્યાજ સાથે રકમ ચૂકવવા કોર્ટનો આદેશ
મોરબીની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં સામે વાળાને કોર્ટે એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ ફટકાર્યો છે તેમજ ફરિયાદીને વ્યાજ સાથે રકમ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે.
મોરબીના વતની ફરિયાદી એવા દયારામભાઈ પૂંજાભાઈ ડાભી રહે. રાતડિયાની વાડી મોરબીએ સામેવાળા મનસુખભાઇ ધનજીભાઇ પરમાર કહે.સભારા-તેજાણીની વાડી મોરબીને મિત્રતાના દાવે હાથ ઉછીના કટકે-કટકે રૂા.૩,૪૦,૦૦૦ આપેલ હતા.અને તે રકમ પરત કરવા માટે મનસુખભાઇ પરમારએ દયારામભાઇને ચેક આપેલ હતો.જે ચેક તેઓએ બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો.જેથી ફરિયાદી દ્વારા નોટિશ આપવામાં આવી હતી.છતાં રકમની ચુકવણી કરવામાં આવી ન હતી. જેથી ફરિયાદી દયારામભાઈએ ફોજદારી ફરિયાદ તા.૧૬-૧૦-૨૪ ના રોજ દાખલ કરેલ હતી.
જે કેશ ચાલી જતાં ફરિયાદી પક્ષે રજૂ કરેલ પુરાવા, વકીલની ધારદાર દલીલ, તથા ચૂકાદાઓને ધ્યાને લેતા મોરબીના બીજા એડી.ચીફ જ્યુડી, મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં કેશ ચાલી જતાં આરોપી મનસુખભાઈ ધનજીભાઈ પરમારને ૧ વર્ષની કેદની સજા અને વિવાદિત ચેકની રકમ ૩,૪૦,૦૦૦ ની ડબલ રકમ રૂા.૬,૮૦,૦૦૦ ફરિયાદ તારીખથી ૯ ટકાના વ્યાજ સાથે વળતર પેટે ફરિયાદીને ચૂકવવાનો હુકમ કરેલ છે.જો આરોપી મનસુખભાઇ વળતરની રકમ ન ભરે તો વધુ ૯૦ દિવસની કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.જે આ કેશમાં ફરિયાદી પક્ષે મોરબીનાં યુવા વકીલ સતિષભાઇ જી.કંજારીયા રોકાયેલ હતા.
