મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના ન્યુ પેલેસ ખાતે પ્રિન્સ ઓફ મોરબીની હાજરીમાં રાજપૂત સમાજનો શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીના ન્યુ પેલેસ ખાતે પ્રિન્સ ઓફ મોરબીની હાજરીમાં રાજપૂત સમાજનો શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં આજે જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દશેરા નિમિત્તે રેલી યોજાઇ હતી અને ત્યારબાદ મોરબીના ન્યુ પેલેસ ખાતે મોમાઈ માતાના મંદિર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રિન્સ ઓફ મોરબી વિશાલઆદિત્યસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા અને તેઓએ પણ શસ્ત્ર પૂજન કર્યું હતું.

મોરબી સહિત સમગ્ર દેશની અંદર આજે દશેરાના દિવસે શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજાતા હોય છે અને મોરબીમાં દર વર્ષે જિલ્લા રાજપૂત સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે આ વખતે પણ મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી જય ભવાનીની નારા સાથે રેલી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ મોરબીમાં નટરાજ ફાટક પાસે આવેલ વાઘજી ઠાકોરની પ્રતિમા ખાતે ફૂલહાર કરવામાં આવ્યા હતા ત્યાં પ્રિન્સ ઓફ મોરબી વિશાલઆદિત્યસિંહ જાડેજા પણ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે જોડાયા હતા અને ત્યાર બાદ ક્ષત્રિય સમાજના યુવાનો, આગેવાનો સહિતના લોકો મોરબીમાં આવેલ ન્યુ પેલેસમાં આવેલ મોમાઇ માતાજીના મંદિર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પ્રિન્સ ઓફ મોરબી વિશાલઆદિત્યસિંહ જાડેજાની હાજરીમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજા સહિતની તેઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને મોમાઈ માતાજીના મંદિર ખાતે શસ્ત્ર પૂજન કર્યુ હતુ.




Latest News