મોરબીના ન્યુ પેલેસ ખાતે પ્રિન્સ ઓફ મોરબીની હાજરીમાં રાજપૂત સમાજનો શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સાથે શાસ્ત્ર અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
SHARE







મોરબીમાં ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સાથે શાસ્ત્ર અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા દર વર્ષ દશેરાએ સન્માન સમારોહ તેમજ શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ વિજ્યા દશમીના દિવસે તેજસ્વીતા અભિવાદન સમારોહ, શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે સમાજના આગેવાનોના હસ્તે શિલ્ડ આપીને તેજસ્વી છાત્રોને સન્માનીત કરવામાં આવ્યા હતા.
મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ ર્ડો. અનિલભાઈ મહેતા, મહામંત્રી ભુપતભાઇ પંડ્યા, મહેશભાઇ ભટ્ટ, નલિનભાઈ ભટ્ટ સહિતના આગેવાનોની હાજરીમાં વિજ્યાદશમી નિમિતે મોરબીના વાંકાનેર દરવાજા પાસે આવેલ ઔદીચ્ય જ્ઞાતિની ભોજનશાળા ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, આજે બપોરથી મોરબી શહેરમાં વરસાદ ચાલુ હતો જેથી કરીને સમાજના લોકો કાર્યક્રમમાં આવશે કે કેમ તે પ્રશ્ન હતો પરંતુ સમાજના દીકરા દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે સમાજના આગેવાનો સહિતના લોકો વરસતા વરસાદે પણ કાર્યક્રમમા આવ્યા હતા અને ધો. 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સમાજના આગેવાનોના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા ત્યારે આગેવાનોએ સમાજના દીકરા અને દીકરીઓને વધુમાં વધુ શિક્ષિત કરવા માટે ટકોર કરી હતી. ત્યાર બાદ શસ્ત્ર તેમજ શાસ્ત્ર પૂજનનો પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પણ સમાજના આગેવાનો સહિતના લોકો જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ર્ડો. અનિલભાઈ મહેતા, મહામંત્રી ભુપતભાઇ પંડ્યા તથા પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્રભાઈ મહેતા તેમજ સર્વે ટ્રસ્ટી સહિતઓએ જહેમત ઉઠાવી હતી.
