મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરનો આતંક: મુદલ-વ્યાજ આપી દેવા છતાં 64 લાખ રૂપિયાની માંગણી કરીને બાપ-દીકરાનું પૂરું કરી નાખવાની ધમકી !


SHARE













મોરબીમાં વ્યાજખોરનો આતંક: મુદલ-વ્યાજ આપી દેવા છતાં 64 લાખ રૂપિયાની માંગણી કરીને બાપ-દીકરાનું પૂરું કરી નાખવાની ધમકી !

મોરબીમાં રહેતા યુવાને અલગ અલગ સમયે રૂપિયાની જરૂર હતી જેથી 15 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા લીધેલ હતા જેની સામે વ્યાજખોરને વ્યાજ અને મુદલની રકમ ચૂકવી દેવામાં આવી હતી છતાં પણ યુવાન પાસેથી વધુ રૂપિયા પડાવવા માટે તેના પિતાનું શોરૂમેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની ખેતીની જમીનની ફાઇલ પડાવી લેવામાં આવી હતી અને યુવાને રૂપિયા પાછા આપી દીધા હતા તો પણ તેને પોતાની બેન્ક એકાઉન્ટના અને તેના પિતાની બેન્ક એકાઉન્ટના જે ચેક આપ્યા હતા તે વ્યાજખોરે પાછા આપેલ ન હતા જેથી યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા અને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટ્રેક્ટરનો શોરૂમ ધરાવતા જય પ્રવીણભાઈ અંબાણી (30) નામના યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દિનેશભાઈ ગગુભાઈ મકવાણા રહે. ધર્મ સૃષ્ટિ સોસાયટી ઉમિયા સર્કલની બાજુમાં મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવે છે. જેમાં જણાવ્યું છે કે, અગાઉ તેને રૂપિયાની જરૂર હતી ત્યારે 15 લાખ રૂપિયા દિનેશભાઈ મકવાણા પાસેથી 15 ટકા વ્યાજ લેખે લીધા હતા અને જેમાં એડવાન્સ એક મહિનાનું વ્યાજ કાપીને આરોપીએ 12,75,000 ફરિયાદીને આપ્યા હતા. અને દોઢ વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યું હતું તેમ છતાં ફરિયાદી પાસેથી 15 લાખ રૂપિયા પરત માંગવામાં આવ્યા હતા જેથી યુવાને આરોપીએ જુદા જુદા ચાર ચેક આરોપીને આપ્યા હતા જોકે ત્યારબાદ આરોપીની વાવડી રોડ ઉપર આવેલ આસ્થા નામની ઓફિસે જઈને ફરિયાદીએ વ્યાજ તથા મુદલ મળીને 17.25 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા છતાં પણ ફરિયાદી આપેલ ચેક તેને આરોપીએ પરત આપ્યા ન હતા અને પછી આવતા જતા લઈ જજે તેવું કહ્યું હતું

ત્યારબાદ ફરિયાદીને કોલસાના ધંધામાં 50 લાખ રૂપિયાની જરૂર હતી જેથી દિનેશભાઈ ની ઓફિસે ગયેલ હતો ત્યારે દિનેશભાઈએ તેને 47 લાખ રૂપિયા 5 ટકાના વ્યાજે આપવાનું કહ્યું હતું અને એક મહિનાનું એડવાન્સ વ્યાજ કાપીને ફરિયાદીને 44.60 લાખ રૂપિયા આપ્યા હતા અને જેની સામે ફરિયાદી છેલ્લા સાડા ચાર વર્ષથી માસિક 2.40 લાખ રૂપિયા વ્યાજના દિનેશભાઈને રોકડા તેની ઓફિસે જઈને ફરિયાદી અથવા તેના કર્મચારી દ્વારા આપવામાં આવેલ છે. જો કે, ત્રણેક મહિના પહેલા દિનેશભાઈએ ફરિયાદીને તેની ઓફિસે બોલાવીને 47 લાખ રૂપિયા પરત માંગ્યા હતા ત્યારે ફરિયાદીએ કહ્યું હતું કે હાલમાં ધંધામાં મંદી છે થોડો સમય આપો ત્યારબાદ ગત તા. 5/8/25 ના રોજ બપોરના આશરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં વીરપર ગામ નજીક આવેલ તેઓના ટ્રેક્ટરના શો રૂમ ખાતે ફરિયાદીના પિતા પ્રવીણભાઈ મહાદેવભાઇ અંબાણી હાજર હતા ત્યા જઈને આરોપીફરિયાદીના પિતાનું પોતાની ગાડીમાં બળજબરીથી બેસાડીને અપહરણ કર્યું હતું અને પોતાની ઓફિસે લઈ ગયો હતો અને ફરિયાદીના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેથી કરીને ફરિયાદીના પિતાએ ફરિયાદીને ફોન કરીને આરોપીની ઓફિસે બોલાવ્યો હતો  ત્યાર બાદ ફરિયાદી તથા તેના ઓફિસના કર્મચારીઓ દિનેશભાઈની ઓફિસે ગયા હતા અને ત્યાં આરોપી ફરિયાદીના પિતાને ગાળો આપતો હતો અને રૂપિયાની માંગણી કરતો હતો ત્યારે પણ ફરિયાદીએ થોડા સમયમાં રૂપિયા પાછા આપી દેવાનું કહ્યું હતું પરંતુ આરોપીએ તાત્કાલિક રૂપિયાની માંગણી કરી હતી અને ફરિયાદી પાસે રૂપિયા ન હોય તો બેંકના ચેક આપવા માટે તેને કહ્યું હતું જેથી ફરિયાદીના પિતાના બેન્ક એકાઉન્ટના ચાર ચેક લખીને આપવામાં આવ્યા હતા. આમ ફરિયાદી તથા તેના પિતાને ગોંધી રાખીને તેની પાસેથી બળજબરીથી 47 લાખની રકમના ચાર ચેક લેવામાં આવ્યા હતા

ત્યારબાદ આરોપીને તેના 47 લાખ રૂપિયા તથા મહિનાના વ્યાજના 2.40 રૂપિયા આમ કુલ મળીને 49.40 લાખ રૂપિયા રોકડમાં ચૂકવી આપ્યા હતા તો પણ આરોપીએ ફરિયાદીના પિતાના ચેક પાછા આપેલ ન હતા. જેથી ગત તા. 24/9/2025 ના રોજ બપોરના 2:30 વાગ્યાના અરસામાં ફરિયાદી દિનેશભાઈની ઓફિસે ચેક પરત લેવા માટે થઈને ગયો હતો ત્યારે આરોપીએ તેને કહ્યું હતું કે, “તે મને સમયસર પૈસા આપ્યા નથી જેથી તારે 15 ટકા વ્યાજ લેખે પૈસા આપવા પડશે અને હજુ તારે 64 લાખ રૂપિયા આપવાના છે” જોકે, ફરિયાદી વ્યાજ અને મુદ્દલની રકમ પછી આપી દીધી હતી. માટે રૂપિયા આપવાની ના પડી હતી જેથી આરોપીએ તેને ગાળો આપી હતી અને મારમાર્યો હતો અને તારે અત્યારે ઘરે જવું હોય તો તું તારા ખેતરની ફાઈલ આપ તો જ તને ઘરે જવા દઈશ નહીંતર જીવથી જઈશ તેવી ધમકી આપી હતી.

જેથી ફરિયાદીએ તેના પિતાને ફોન કર્યો હતો માટે ફરિયાદીના પિતા તેના નાના ભાઈ મહેન્દ્રભાઈ અંબાણીની પંચાસર રોડ ઉપર આવેલ અઢી વીઘા ખેતીની જમીનની ફાઈલ લઈને ત્યાં આવ્યા હતા અને દિનેશભાઈને આપતા તેણે ફરિયાદી તથા તેના પિતાને ત્યાંથી જવા દીધા હતા અને 64 લાખ રૂપિયા બે દિવસમાં મને નહીં આપો તો તમારા બાપ દીકરાનું પૂરું કરી નાખીશ તેવી ધમકી આપી હતી અને વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ફરિયાદી કોઈને કહ્યા વગર અમદાવાદ જતો રહ્યો હતો. જો કે, તેના પિતા સાથે ફોનમાં વાત કરતા તેમણે સમજાવતા તે બે દિવસ પહેલા રાત્રિના સમયે પોતાના ઘરે પરત આવ્યો હતો દરમિયાન ગત 30/9/25 ના રોજ સાંજના છક વાગ્યાના અરસામાં દિનેશભાઈ મકવાણા અને અજાણ્યો શખ્સ તેઓના ટ્રેક્ટરના શોરૂમ ખાતે આવ્યા હતા અને ફરિયાદીના પિતા અને કાકા તેમજ સ્ટાફને ગાળો આપી હતી અને ટ્રેક્ટર લઈ જવાની વાત કરીને ટ્રેક્ટરની ચાવી માંગતી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાબતે ફરિયાદીના પિતાએ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે દિનેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે.

આમ ઉંચા વ્યાજે ફરિયાદી યુવાન પાસેથી બળજબરીથી જમીનનો દસ્તાવેજ પડાવી લઈને તથા અગાઉ આપેલા ચેક પરત ન આપીને ધાક ધમકીઓ આપી હતી જેથી હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં આરોપી દિનેશભાઈ ગગુભાઈ મકવાણા રહે. ધર્મ સૃષ્ટિ સોસાયટી ઉમિયા સર્કલની બાજુમાં મોરબી વાળાની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News