મોરબીમાં ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સાથે શાસ્ત્ર અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં ગાંધી જયંતિએ ૧૦ ટન કચરાનો નિકાલ કરાયો: કમિશનરના હસ્તે વોલ પેંટિંગ સ્પર્ધાના વિજેતાઓને સન્માનીત કરાયા
SHARE







મોરબીમાં ગાંધી જયંતિએ ૧૦ ટન કચરાનો નિકાલ કરાયો: કમિશનરના હસ્તે વોલ પેંટિંગ સ્પર્ધાના વિજેતાઓને સન્માનીત કરાયા
મોરબી મહાપાલિકા દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૬ મી જન્મજયંતિ નિમિતે ત્રિકોણબાગ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, ચીફ ફાયર ઓફિસર તથા અન્ય સ્ટાફ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી ચડાવવામાં આવી હતી અને પુષ્પ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મોરબીમાં તા. ૧૭/૯ થી ૨/૧૦ સુધી "સ્વચ્છતા હી સેવા ૨૦૨૫" પખવાડીયા અંતર્ગત વિવિધ IEC પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમો અંતર્ગત વોલ પેંટિંગ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલ સાથે જ “એક કલાક, એક દિવસ, એક સાથે” અભિયાન હેઠળ સ્વચ્છતા માટે શ્રમદાનમાં યોગદાન આપનાર વિવિધ શાળાઓને પણ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત "સ્વચ્છ ભારત દિવસ" નિમિતે મોરબી મહાનગરપાલિકા મહારાણા દ્વારા પ્રતાપ સર્કલ થી સર્કીટ હાઉસ રોડ સુધી વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ. જેમાં કમિશ્નર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશ્નર સંજયભાઈ સોની વિવિધ એસો.ના આગેવાનો સહિત અંદાજે ૧૦૦૦ લોકો જોડાયા હતા અને ૫ ટ્રેક્ટર, ૧ જેસીબી તેમજ ૧ લોડર દ્વારા લગભગ ૧૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
