માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વિરાટનગર(રં) ગામે વડસોલા પરિવારનું સ્નેહમિલન, પંચકુંડી યજ્ઞ અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબીના વિરાટનગર(રં) ગામે વડસોલા પરિવારનું સ્નેહમિલન, પંચકુંડી યજ્ઞ અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીના વિરાટનગર રંગપર ખાતે માઁ બુટ ભવાનીના મંદિરે દર વર્ષે સમસ્ત વડસોલા પરિવારનું સ્નેહમિલન તેમજ પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર વર્ષે તેજસ્વી તારલાનું સન્માન કરવામાં આવે છે.

સમગ્ર વડસોલા પરિવાર દ્વારા તેજસ્વી તારલાઓ મલ્હાર ચિરાગભાઈ વડસોલા તબલા વાદન,ધર્મી રાજેશભાઈ વડસોલા એસએસસીમાં પ્રથમ ભવ્ય હસમુખભાઈ વડસોલા દ્વિતિય નંબર, રાજ ચંદુભાઈ તૃતિય નંબર, હાલ ભુવનેશ્વર ઓરિસ્સા ખાતે સમ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.હિતાર્થી દિનેશભાઈ વડસોલા M.D. હાલ અમદાવાદ ખાતે ફરજ બજાવતા ક્રિષ્ના ભરતભાઈ વડસોલા, MBA વૈદેહી નિલેશભાઈ વડસોલા મનોવિજ્ઞાનમાં ગોલ્ડ મેડાલિસ્ટ તન્મય હાર્દિકભાઈ વડસોલા, નેશનલ કક્ષાએ કરાટેમાં સિલ્વર મેડલ, અલ્પાબેન ચિરાગભાઈ વડસોલા ગીતાજ્ઞાન સ્પર્ધામાં 94 % માર્ક,નેશનલ કક્ષાએ પાસિંગ વોલીબોલ સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરનાર હિત રમેશભાઈ અને હેત નારણભાઈ વડસોલા વગેરેનું માતાજીના ભુવા બાબુભુવાના વરદ હસ્તે સન્માન કરાયું હતું.  

વડસોલા પરિવારના ઘરદીઠ જીતુભાઈ વડસોલા (નિલકંઠ વિદ્યાલય-મોરબી) તરફથી મુખવાસ દાની અર્પણ કરવામાં આવી હતી, આ પ્રસંગે શિક્ષક અગ્રણી દિનેશભાઈ વડસોલાએ પાટીદારોની સંઘર્ષ ગાથા રજૂ કરી પરિવારના વડિલોના પરસેવાની કમાણી કાળી મજૂરીના કારણે પાટીદાર પરિવારની ચારેતરફ પ્રગતિ જોવા મળી રહી છે ત્યારે હાલની પેઢીએ વ્યસનના દુષણથી બચવું જોઈએ સમાજના લોકોએ એકબીજાના પગ ખેંચવાના બદલે હાથ પકડવા જોઈએ વગેરે વાતો કરી હતી અને વર્ષ ૨૦૨૬ ના મહાપ્રસાદ માટે દાતા હાલ લંડન સ્થિત પ્રકાશભાઈ ડાયાભાઈ વડસોલા અને વર્ષ ૨૦૨૭ ના મહાપ્રસાદના માટે દાતા તરીકે મગનભાઈ સુંદરજીભાઈ વડસોલાની જાહેર કરવામાં આવી હતી, તો પંચકુંડી યજ્ઞના શાસ્ત્રી યતિનભાઈ દવેએ શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ કરાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિરાટનગરની યુવા ટીમે ખુબજ જહેમત ઉઠાવી હતી,




Latest News