મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં સતત પાંચમા દિવસે અડધાથી લઈને બે ઇંચ સુધી વરસાદ
SHARE







મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં સતત પાંચમા દિવસે અડધાથી લઈને બે ઇંચ સુધી વરસાદ
મોરબી શહેર અને જિલ્લામાં સતત પાંચ દિવસથી ધીમો ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લી 24 કલાકની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં અડધાથી લઈને બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે
હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે રીતે સમગ્ર રાજ્યની અંદર જુદીજુદી જગ્યા ઉપર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો સાતમના દિવસે સાંજથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદી માહોલ છે અને જુદી જુદી જગ્યા ઉપર વરસાદ વરસી રહ્યો છે જો છેલ્લી 24 કલાકની વાત કરીએ તો મોરબી જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી વિગતો મુજબ માળિયા તાલુકામાં 14 એમએમ, ટંકારા તાલુકામાં ચાર એમએમ, વાંકાનેર તાલુકામાં 13 એમએમ, હળવદ તાલુકામાં 13 એમએમ અને મોરબી તાલુકામાં 48 એમએમ એટલે કે અડધાથી લઈને બે ઇંચ સુધીનો વરસાદ મોરબી જિલ્લાના પાંચે તાલુકામાં વરસી ગયો છે અને છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ પડતો હોવાના કારણે ખેડૂતો તેઓના ખેતરમાં જઈ શકતા નથી અને તેઓના ખેતરમાં મહેનત મજૂરી કરીને જે પાક તૈયાર કરવામાં આવ્યો હતો તે પાક ઉપાડી શકતા નથી જેથી આ કમોસમી વરસાદના કારણે તેઓને મોટા પ્રમાણમાં નુકસાન થશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી
